ખેતીવાડીમાં રાત્રે સિંગલ ફેઈઝ લાઈટ આપવાની માંગ કરતા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી
છેલ્લા એક અઠવાડિયા કરતા વધુ સમયગાળાથી અમરેલી તાલુકાના સરંભડા, નાના માંડવડા, મેડી, તરવડા, ચાડીયા, સાજીયાવદર, વાંકિયા, બાબાપુર, વગેરે જેવા ગામોમાં ખેતીવાડીમાં રાત્રે સિંગલ ફેઈઝ લાઈટ આપવામાં આવતી નથી, આ તમામ ગામડાઓમાં હિંસક પશુઓ સિંહ -દીપડાનો ભયંકર આંતક રહેલો છે, હમણાં તાજેતરમાં તરવડા ગામે આવેલ બાબાપુર સર્વેની ખેડૂત ખાતેદારની જમીનમાં ભાગ્યું રાખીને મજૂરી કામ કરતા આદિવાસી સમાજના સાત વર્ષના બાળકને નરભક્ષી દીપડાએ ફાડી ખાધો હતો, હજુ સુધી આવા નરભક્ષી દીપડાને પકડવામાં જંગલ ખાતું સદંતર નિષ્ફળ રહ્યું છે, જેને લીધે સમગ્ર પંથકમાં ખેતીવાડીમાં ભાગ્યું રાખીને કામ કરતા પરપ્રાંતીય મજૂરોમાં ભય અને ફફડાટ ફેલાયેલો જોવા મળે છે, જો ખેતીવાડીમાં રાત્રે સિંગલ ફેઈઝ લાઈટ આપવામાં ન
આવે તો વાડીએ વસવાટ કરતા પરપ્રાંતીય મજૂરોને પોતાના બાળકો અને પરિવારને આવા નરભક્ષી અને હિંસક પ્રાણીઓથી કેમ રક્ષણ કરવું? તે ખૂબ જ ગંભીર પ્રશ્ન બની ગયો છે, માટે ઉપરોક્ત ગામડાઓમાં વાડીએ વસવાટ કરતા પરપ્રાંતિય મજૂરો અને તેના પરિવારને રક્ષણ આપવા માટે ખેતીવાડીમાં રાત્રે સિંગલ ફેઈઝ લાઈટ તાત્કાલિક અને નિયમિત આપવા માટેની માંગ અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ કરી છે.
Recent Comments