ભાવનગર

ખેતીવાડી શાખાની ઘાસચારા વિકાસ કાર્યક્રમ યોજનામાં ઘાસચારા મકાઇ કીટનું ૭૫% સબસીડીના ધોરણે વેચાણ શરૂ થશે

        નાણાંકીય વર્ષ-૨૦૨૨-૨૦૨૩ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અમલી ખેતીવાડી શાખાની ઘાસચારા વિકાસ કાર્યક્રમ યોજનામાં ઘાસચારા મકાઇ (૨૧ કીલોગ્રામ) કીટનું ૭૫% સબસીડીના ધોરણે વેચાણ શરૂ થનાર છે. જે તે તાલુકાને ફાળવેલ નાણાંકીય લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે ખેડૂત ખાતેદારોને આપવાની થાય છે.

        આ ઘટકમાં લાભ લેવાની ઇચ્છા ધરાવતા ભાવનગર જિલ્લાના તમામ ખેડૂત ખાતેદારોને આપના ગામના ગ્રામસેવક (ખેતી) અથવા તાલુકાના વિસ્તરણ અધિકારી (ખેતી) નો તાત્કાલિક સંપર્ક કરી નામ નોંધાવવા જિલ્લા ખેતીવાડી અધિકારી, ભાવનગર દ્વારા ભલામણ કરવામાં આવેલ છે.

        આ યોજનાનો લાભ લેવાં ગ્રામસેવક (ખેતી) પાસે અરજી કરી સાથે જરૂરી આધાર પુરાવા જેવાં કે, ખેડૂત ખાતેદારનો ૮-અ, આધાર કાર્ડ અને બેંક ખાતાની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક રજૂ કરવાના રહેશે.

Related Posts