fbpx
અમરેલી

ખેતી નુકસાન 1419 કરોડના પેકેજમાં  અમરેલી જિલ્લો  બાકાત  અને અમરેલી જિલ્લો ગુજરાત સરકાર સમાવેશ નહિ હોય તેવા આક્ષેપ કરતા અમરેલી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત.

ખેતી નુકસાન 1419 કરોડના પેકેજમાં  અમરેલી જિલ્લો  બાકાત  અને અમરેલી જિલ્લો ગુજરાત સરકાર સમાવેશ નહિ હોય તેવા આક્ષેપ કરતા અમરેલી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અમરેલી જીલ્લા નાં ખેડૂતોની માઠી દશા બેઠી છે, ત્યારે મેઘરાજા પણ આ સરકારની જેમ અસંવેદનાં પ્રગટ કરી રહ્યા છે. લગભગ નવરાત્રી બાદ પણ મેધરાજા ગમે ત્યાં અને ગમે ત્યારે ત્રાટકી મન મુકીને વરસી રહ્યા છે. જેમાં અમરેલી જીલ્લા માં સતત વરસાદ  થઇ રહ્યા છે 

ખેડૂતોને છેલ્લી આશા હતી કે આ વર્ષ ૧૦૦ આની થવાથી તેમના પાકો સારા થશે અને તેમના પરિવારો દીપાવલી સારી રીતે ઉજવી શકશે પરંતુ સરકાર ની માફક આ મેઘરાજા પણ હાથતાળી આપીને મોઢામાં આવેલ કોળીયા ને હેઠા હાથે ઉભા થવા મજબુર કર્યા છે. અને તેમના  તૈયાર પાકો કે જે પાણીમાં તરી રહ્યા છે. ત્યારે હાલના સાંસદ અને સાવરકુંડલા ના ધારાસભ્ય શ્રી દ્વારા મુખ્યમંત્રી અને કૃષિમંત્રી સાથે બેઠક કરી અને અમરેલી જીલ્લા ને સહાય કરવા જણાવેલ પણ જેમ મેઘરાજા ને અમરેલી જીલ્લો ધ્યાને આવ્યો પરંતુ સરકારને અમરેલી જીલ્લો ગુજરાત નાં નકશા માં નાં હોય તેમ કોઈને ધ્યાને નાં આવ્યો, 

પણ આ સતામાં બેઠેલા નેતા ઓને સૌથી વધુ અમરેલી જીલ્લા એ આવકાર્યા પરંતુ આ સરકારે અમરેલી જીલ્લા ના નાના માણસો, ખેત મજૂરો, ખેડૂતો ને અવગણ્યા છે. અને સહાય નાં પેકેજ માંથી બાદબાકી રાખીને અમરેલી જીલ્લા ને હળાહળ અન્યાય કર્યો છે, ત્યારે પ્રતાપ દુધાત  સાવરકુંડલા –લીલીયા વિધાનસભા નાં પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિ નાં પ્રમુખ દ્વારા મુખ્યમંત્રી અને કૃષિમંત્રી ને પત્ર પાઠવી અને અમરેલી જીલ્લા ના ખેડૂતો પ્રત્યે સહાનુભુતિ અને રહેમ દ્રષ્ટિ દાખવી સત્વરે તપાસ કરી અને સહાય ચુકવવા અને આક્ષેપ સાથે જણાવેલ છે કે અમરેલી જીલ્લો ગુજરાત નાં નકશામાં છે તેમનો સાઈડમેપ જોવામાં આવે તો અમરેલી જીલ્લો ગુજરાત નો એક મહત્વનો જીલ્લો છે. તેમને કેમ ધ્યાને ના લેવામાં આવ્યો, અમરેલી જીલ્લો પ્રથમ મુખ્યમંત્રી આપ્યા છે તેમની ગૌરવગાથા છે, ત્યારે અમરેલી જીલ્લોજ શા માટે બાકાત તેવા વેધક સવાલો પણ કરવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts