fbpx
ગુજરાત

ખેરાલુમાં એક ગોડાઉનમાંથી ૧.૧૮ લાખથી વધુ કિંમતનો રાયડો ચોરી કરી તસ્કરો ફરાર

મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુ થી સુઢિયા જતા રોડ પર સોનીપુરા ગામ નજીક ખેતરમાં ઉગાડેલા રાયડાનો પાક લણી લીધા બાદ ખેડૂતે ખેતરમાં બનાવેલ ગોડાઉનમાં ૨૩ બોરી રાયડો કોથળામાં ભરીને ગોડાઉનમાં મુક્યો હતો જે અજાણ્યા કોઈ તસ્કરો રાયડો ચોરીને ફરાર થઈ ગયા હતા. ખેરાલુ થી સુઢિયા જતા રોડ પર સોનીપુરા નજીક રોડ પર ખેડૂતે પોતાના ખેતરમાં કપાસ અને રાયડા નું વાવેતર કર્યા બાદ દસ દિવસ અગાઉ રાયડો કઢાવી ૨૩ બોરી રાયડો ખેતરમાં બાનવેલ ગોડાઉનમાં મુક્યો હતો.

જ્યાં વરસાદી વાતાવરણ થતા ખેડૂત એરંડા ઢાંકવા ગયા એ દરમિયાન બાદમાં બપોરે ફરી વાર ગયા એ દરમિયાન ગોડાઉનમાં માં તપાસ કરતા ૨૩ બોરી રાયડો ચોરી થયો હોવાનું સામે આવ્યું હતું. તસ્કરો ગોડાઉનનું તાળું તોડી પોતાની સાથે લાવેલા વાહનમા ૨૩ બોરી કિંમત ૧,૧૮,૪૫૦ નો રાયડો ચોરી ફરાર થઇ ગયા હતા.સમગ્ર ઘટના પગલે ખેડૂતે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Follow Me:

Related Posts