અમરેલી

ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં એક્સપેરિમેન્ટલ સ્કૂલની ઝળહળતી સિદ્ધિ.

ખેલ મહાકુંભમાં સુરત શહેરના વિવિધ ઝોનમાં વિજેતા બનેલી કુલ ૩૨ ટીમોએ જીવનભારતી સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં ભાગ લીધો. જેમાં એક્સપેરિમેન્ટલ સ્કૂલની અંડર ૧૭ બહેનોની ટીમે ખૂબ જ ઉત્તમ ટીમવર્ક સાથે શ્રેષ્ઠ પર્ફોર્મન્સ બતાવી સમગ્ર ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચીને રનર્સઅપ બની જળહળતી સિદ્ધિ હાંસલ કરેલ છે. શાળાની ટીમને સફળ બનાવવા પ્રિન્સિપાલ કિશોરકુમાર જાની, વ્યાયામ શિક્ષક ગુલાબભાઈ પટેલ અને બીપીનભાઈ ગામીતે સંપૂર્ણ માર્ગદર્શન અને જહેમત ઉઠાવેલ હતી. વિજેતા બનેલ તમામ ખેલાડી બહેનો અને વ્યાયામ શિક્ષકોને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને એક્સપેરિમેન્ટલ સ્કૂલ શાળા પરિવારે સરાહના કરી અનેક અઢળક અભિનંદન પાઠવેલ છે.

Related Posts