ખેલ મહાકુંભમાં ભાગ લેવા અમરેલી જિલ્લાના ૧.૫૧ લાખ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું

આજે ૧૧ માર્ચના khelmahakumbh.gujarat.gov.in પર રજીસ્ટ્રેશન કરવાનો છેલ્લો દિવસ
આગામી દિવસોમાં રમત ગમત વિભાગ દ્વારા યોજાનાર ખેલ મહાકુંભ ૨૦૨૨ અંતર્ગત શાળા/ગ્રામ્ય કક્ષાથી રાજ્યકક્ષા સુધી વિવિધ ૪ વયજુથમાં ૨૯ જેટલી રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે. ઓનલાઇન રજીસ્ટ્રેશન ગત ૧૮ ફેબ્રુઆરીથી શરુ કરવામાં આવ્યું હતું જેમાં અત્યાર સુધીમાં અમરેલી જિલ્લાના ૧,૫૧,૮૭૮ ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
આજે ૧૧ માર્ચના છેલ્લો દિવસ હોવાથી ભાગ લેવા માંગતા ખેલાડીઓ khelmahakumbh.gujarat.gov.in પર વહેલી તકે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે. રજીસ્ટ્રેશન અંગે કોઈ ટેકનિકલ ક્ષતિ જણાય તો ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૭૪ ૬૧૫૧ પર સંપર્ક સાધી શકાશે. વધુ વિગત માટે જિલ્લા રમત ગમત અધિકારી કચેરી બહુમાળી ભવન અમરેલીનો ૦૨૭૯૨ ૨૨૩૬૩૦ ઉપર તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ચિતલ રોડ અમરેલીનો ૦૨૭૯૨ ૨૨૧૯૬૧ ઉપર સંપર્ક કરી શકશે.
Recent Comments