અમરેલી રમત ગમત વિભાગ દ્વારા દિવ્યાંગ ખેલાડીઓ માટે ખાસ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. દિવ્યાંગ ખેલાડી ભાઈ-બહેનો માટે પાંચ અલગ અલગ કેટેગરીની સ્પર્ધાઓ યોજાશે. જેમાં જિલ્લા કક્ષાએ માનસિક ક્ષતિ ગ્રસ્ત, શારીરિક ક્ષતિ ગ્રસ્ત, અંધજન, શ્રવણ મંદ દિવ્યાંગજનો માટે વિવિધ સ્પર્ધાઓ યોજાશે. તેમજ સેરેબ્રલ પાલ્સી કેટેગરી માટેની સ્પર્ધા સીધી રાજ્ય કક્ષાએ યોજાશે. ભાગ લેવા ઈચ્છુક તમામ ખેલાડીઓએ ૮ એપ્રિલ સુધીમાં નિયત નમૂનામાં ફોર્મ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી બહુમાળી ભવન રૂમ નંબર ૧૧૦-૧૧૧ ખાતે મોકલી આપવાના રહેશે. માનસિક ક્ષતિ ગ્રસ્ત માટે વત્સલભાઈ ચૌધરીનો ૯૯૭૯૫૭૬૮૧૩ ઉપર, શારીરિક ક્ષતિ ગ્રસ્ત માટે બીપીનભાઈ ત્રિવેદીનો ૮૭૩૪૯૮૫૮૩૮ ઉપર, અંધજન માટે રતિલાલ સાધુનો ૯૪૨૭૨૩૦૧૪૨ ઉપર અને શ્રવણ મંદ માટે ત્રિલોકભાઈ ભટ્ટનો ૯૪૨૬૪૮૪૪૯૬ ઉપર સંપર્ક કરવાનો રહેશે.
ખેલ મહાકુંભ અંતર્ગત દિવ્યાંગ ખેલાડીઓ માટે વિવિધ સ્પર્ધાઓ યોજાશે

Recent Comments