fbpx
અમરેલી

ખેલ મહોત્સવ માટે અમરેલી જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા દ્વારા વિશેષ આયોજન

ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓમાં  ફિટનેસ માટે જાગૃત્તિ લાવવાના  હેતુથી રમત ગમતલક્ષી કાર્યક્રમો યોજવામાં આવશે. ખેલ મહોત્સવ માટે જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માટે જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી પૂનમબેન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. અમરેલી જિલ્લામાં  તા.૧૨/૦૯/૨૦૨૨ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, વિદ્યાર્થીઓ અને રમતવીરો સહિતના ઉપસ્થિત રહેશે.  આ કાર્યક્રમ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ, રમત ગમતની પ્રવૃત્તિઓ તેમજ નેશનલ ગેમ્સ એન્થમ મેસોટ/લોગોનું પ્રદર્શન કરવામાં આવશે. ફીટ ઇન્ડિયાના શપથ  પણ આ પ્રસંગે લેવામાં આવશે.

આ કાર્યક્રમમાં જિલ્લાના ખેલ મહાકુંભમાં વિજેતા થયેલ શ્રેષ્ઠ શાળાઓ તેમજ ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે. મહત્વનું છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે તા.૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૨ થી તા.૧૨ ઓક્ટોબર, ૨૦૨૨ દરમિયાન ૩૬મી નેશનલ ગેમ્સ ગુજરાત રાજ્યમાં યોજવામાં આવશે. ૩૬મો ખેલ મહોત્સવ ગુજરાત રાજ્યના જુદાં-જુદાં ૬ જિલ્લાઓ (અમદાવાદ , સુરત , રાજકોટ, વડોદરા, ગાંધીનગર ભાવનગર)માં આગામી તા.૨૯મી સપ્ટેમ્બરથી શરૂ થશે, જે આગામી તા.૧૨ ઓક્ટોબર, ૨૦૨૨ સુધી શરુ રહેશે. આ ૩૬મી નેશનલ ગેમ્સ બાબતે ગુજરાતના યુવાનો અને વિધાર્થીઓમાં જાગૃત્તિ કેળવાઈ તે હેતુથી શાળા, કોલેજ અને યુનિવર્સિટીમાં રમતગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તે માટે આગામી તા.૧૨ સપ્ટેમ્બર થી તા.૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૨ દરમિયાન “Celebrating Unity through Sports”  થીમ હેઠળ રાજ્યની તમામ કોલેજ – યુનિવર્સિટીમાં અને શાળા કક્ષાએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

Follow Me:

Related Posts