fbpx
રાષ્ટ્રીય

ખેલ રત્ન એવોર્ડ,બીએ રાજીવ ગાંધી ખેલ રત્ન માટે મિતાલી રાજ, અશ્વિનના નામની ભલામણ કરી

અર્જુન પુરસ્કાર માટે ધવન, કેએલ રાહુલ, બુમરાહના નામ મોકલાશે

ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)એ દેશના સર્વોચ્ચ ખેલ સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન માટે મહિલા ક્રિકેટના દિગ્ગજ ખેલાડી મિતાલી રાજ અને ટોચના સ્પીનર રવિચંદ્રન અશ્વનના નામની ભલામણ કરવાનો ર્નિણય કર્યો છે. અર્જુન પુરસ્કાર માટે બોર્ડ સિનિયર બેટ્‌સમેન શિખર ધવન, લોકેશ રાહુલ અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના નામ મોકલશે. ગત વર્ષ ધવનના નામની અવગણના કરાઈ હતી.

બીસીસીઆઈના અધિકારીએ જણાવ્યું, અર્જૂન પુરસ્કાર માટે કોઈ મહિલા ક્રિકેટરનું નામ જણાવાયું નથી. ખેલ રત્ન માટે મિતાલીના નામની ભલામણ કરાઈ છે. હવે જાેવાનું એ રહેશે કે ખેલ મંત્રાલય દ્વારા નિયુક્ત કરાયેલી પેનલ ઓલિમ્પિક વર્ષમાં મિતાલીને પુરસ્કાર માટે પસંદ કરશે કે નહીં. મિતાલી રાજે ગત અઠવાડિયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૨ વર્ષ પૂરા કર્યા. ૩૮ વર્ષની આ ખેલાડી સાત હજારથી વધુ રન સાથે વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોમાં સૌથી સફળ બેટ્‌સમેન છે.

મિતાલીની જેમ જ અર્જુન પુરસ્કાર મેળવી ચૂકેલા અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સતત સારું પ્રદર્શન કર્યું છે. તેણે ૭૯ ટેસ્ટમાં ૪૧૩ વિકેટ લીધી તથા તે ઉપરાંત વનડે અને ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ ક્રમશ ૧૫૦ અને ૪૨ વિકેટ લીધી. હવે જાે કે તે નાના ફોર્મેટ માટે રમતો નથી.

Follow Me:

Related Posts