ખોખરામાં પાન પાર્લર પર ૩ શખસે સિગારેટ માટે કરી તોડફોડ અને બોલાચાલી થઇ
ખોખરામાં આવેલા બજરંગ પાન પાર્લર નામની દુકાને ફરિયાદી હાજર હતા. તે દરમિયાન ત્રણ અજાણ્યા છોકરાઓ આવ્યા હતા. જેમાંથી એક છોકરાએ ફરીયાદી પાસે સિગારેટ માગતા તેણે સિગારેટ આપી હતી. જેથી તે છોકરાએ તેની પાસે રહેલ છરો બતાવી ફરિયાદીને એક સિગારેટ નહીં આખું પાકીટ આપો, તેવું કહેતા ફરીયાદીએ તેમને કહ્યું હતું કે, આખું પાકીટ નથી. જેથી આ શખ્સો દુકાનની બહાર ઉભા રહી છરા વડે દુકાનની વસ્તુઓ પાડવા લાગ્યા હતા અને બોલાચાલી કરી લાકડાનો દંડો લઇ એક વ્યક્તિને મારી દીધો હતો. આટલું જ નહોતું થયું પણ એક મહિલા છોડાવવા વચ્ચે પડતા તેને પણ તે છોકરાએ લાકડાના દંડાનો એક ફટકો મારી કાંડાના ભાગે સામાન્ય ઇજા કરી ઝપાઝપી કરી હતી.
આરોપીઓએ છરો બતાવી જે વસ્તુ કહુ તે આપી દેવાની નહીં તો જાનથી મારી નાખીશ, તેવી ધમકી આપી દુકાનની બહારથી દુકાનના કાઉન્ટરની ઉપર પડેલ લાકડાની પેટીમાં રાખેલ ધંધાના રૂપિયા બળજબરીપુર્વક કાઢી હોહાપો મચાવ્યો હતો. બાદમાં ત્યાં બાજુમાં આવેલ કલિનીકના આગળના દરવાજાના બે કાચ તોડી ફોર વ્હિલ ગાડીનો આગળનો એક કાચ તોડી નુકશાન કર્યું હતું. આમ આરોપીઓએ આ વિસ્તારમાં અનેક લોકો સાથે બબાલ કરી તોડફોડ કરી લૂંટ કરી ફરાર થઇ જતા ખોખરા પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકમાં જ આરોપીઓની ધરપકડ કરી છે.ખોખરામાં રહેતા પ્રિયંકાબેન રાજપુત તેમના પરિવાર સાથે રહે છે અને તેમના સસરા ઘરની આગળના ભાગે બજરંગ પાન પાર્લર નામની દુકાન ઘરાવી વેપાર ધંધો કરે છે.
બપોરે તેમના સસરા બાળકોને લેવા સ્કૂલે ગયા હતા, જેથી પ્રિયંકાબહેન તથા તેમની દેરાણીનો ભાઇ વિભૂષણ બજરંગ પાન પાર્લર નામની દુકાને હાજર હતા. તે દરમ્યાન ત્રણ અજાણ્યા છોકરાઓ દુકાને આવ્યા હતા અને તેમાંથી એક છોકરાએ સિગારેટ માંગતા તેને એક સિગારેટ આપી હતી. બાદમાં આ સખ્સે આખું સિગારેટનું બોક્સ માંગ્યું હતું. જેથી આખું બોક્સ ન હોવાનું કહેતા આ શખ્સો દુકાનની બહાર ઉભા રહી છરા વડે દુકાનની વસ્તુઓ પાડવા લાગ્યા હતા. જેથી પ્રિયંકાબહેન દુકાનની બહાર ગયા ત્યારે શખ્સો બોલાચાલી કરવા લાગ્યા અને ત્યાં બેઠેલા વિભુષણભાઇને લાકડાનો દંડો મારી ઇજાઓ પહોંચાડી હતી. પ્રિયંકાબહેને બુમાબુમ કરતા તેમની દેરાણી ઘરમાંથી બહાર આવી તો તેને પણ તે શખ્સે લાકડાના દંડાનો એક ફટકો મારી ઇજા પહોંચાડી હતી.
બાદમાં શખ્સોએ છરો બતાવી કહ્યું કે, હું જે વસ્તુ કહું તે આપી દેવાની નહીં તો જાનથી મારી નાખીશ, તેવી ધમકી આપી દુકાનના કાઉન્ટરની ઉપર પડેલ લાકડાની પેટીમાં રાખેલ ધંધાના રૂપિયા બળજબરીપુર્વક કાઢી ત્રણેય શખ્સોએ દુકાનની વસ્તુઓ બહાર ફેંકવા લાગી તોડફોડ કરી હતી. આટલું જ નહીં ત્યાં આવેલા ક્લિનીકના દરવાજા અને વાહનોમાં પણ તોડફોડ કરી હતી.બીજી તરફ, આ ઘટનામાં સપનાબેન મકવાણાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમના ભાઇને લોકોએ માર માર્યો હોવાથી તે બાબતે કેટલાક લોકો સામે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટનામાં પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી તપાસ શરૂ કરી છે.
Recent Comments