ખોખરા સર્કલ પાસે ખરાબ રસ્તાને લીધે રોજ અનેક નાગરિકો પડે છે
અમદાવાદ શહેરમાં ખાડા હવે કોઈ નવી વાત નથી રહી. શહેરના ખોખરા સર્કલ પાસે આવેલા એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે રસ્તાનું લેવલ ના હોવાથી તે સ્થળે રોડ બેસી ગયો છે. જેને પગલે બસ પિકઅપ કરતા નાગરિકો પડી જવાના તથા પગ મચકોડાઈ જવાના બનાવ બની રહ્યાં છે.
હાલમાં ખોખરા સર્કલ વચ્ચે પણ પાણી લાઈનમાં લીકેજનું કામ કરી હતું તેમનું તેમ મુકી દેવામાં આવ્યું છે, જેનાથી નાગરિકોને વાહન ચલાવવામાં અગવડતા પડી રહી છે. રોડ લેવલ સરખું ના હોવાથી દરરોજ અનેક નાગરિકો પડી જાય છે. આ સમસ્યા અંગે ખોખરા ઝોનલ ઓફિસ પર જાણ કરવામાં આવી હોવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી.
Recent Comments