fbpx
ગુજરાત

ખોટા કોરોનાના નેગેટીવ રિપોર્ટ કાઢી આપનાર હાર્દિક ગાયબ

મૂળે જૂનાગઢનો અને ૫-૬ વર્ષથી વડોદરામાં રહેતો હાર્દિક ઉર્ફે હરદેવ વાળા માંજલપુરની લેબોપેથમાં નોકરી કરતો હતો અને લોકોને કોરોનાના ડિમાન્ડ મુજબ રિપોર્ટ કાઢી આપતો હતો. સયાજીમાં સારવાર લેતા પોઝિટિવ યુવક અને મૃતક મહિલાનો પણ નેગેટિવ રિપોર્ટ આપ્યો હતો.

ઘટનામાં હાર્દિક રિપોર્ટ આપતો હતો તે ફતેગંજની ડિવાઇન લેબ અને સ્ટર્લિંગ એક્યુરિસ ઉપરાંત હાર્દિક કામ કરતો હતો તે લેબોપેથના સંચાલક દ્વારા હજુ ફરિયાદ નોંધાવાઈ નથી. પાલિકાના આરોગ્ય વિભાગના અમલદાર ડો. દેવેશ પટેલે જણાવ્યું કે, જ્યાં સુધી જેને અસર પહોંચી છે (ખાનગી લેબોરેટરીઓ) તે ફરિયાદ ન નોંધાવે ત્યાં સુધી કાર્યવાહી કરી ન શકીએ. જ્યારે સ્ટર્લિંગ એક્યુરિસના સ્થાનિક મેનેજર ભાવેશ મહંતે કહ્યું કે, સોમવારે ફરિયાદ કરવાની તૈયારી કરી છે. સ્ટર્લિંગ એક્યુરિસે થર્ડ પાર્ટી નમૂના લેવાનું બંધ કર્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. લેબોપેથના પાર્થ મહેતાએ જણાવ્યું કે, ફરિયાદ કરવા તબીબોના ફોન આવ્યા છે.

અમે વિચારણા કરી રહ્યા છીએ.ખાનગી લેબના કર્મચારી દ્વારા બારોબાર નમૂના લઇ કોરોનાના નેગેટિવ રિપોર્ટ આપવાના પ્રકરણમાં ઘટના સામે આવ્યાના ૩૬ કલાક બાદ પણ ફરિયાદ નોંધાઇ નથી. પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું કે, ફરિયાદ થાય પછી કોઇ કાર્યવાહી કરીશું.

Follow Me:

Related Posts