fbpx
ગુજરાત

ખોટા ઘરેણાના સાચા પ્રમાણપત્ર પર ૨૦ વખત લોન અપાવી

બોડેલીની બેંક ઓફ ઇંડિયાના પેનલ એપ્રૂવડ વેલ્યુઅરે ખોટા ઘરેણા હોવા છતા પણ સાચા ઘરેણાં હોવાનું પ્રમાણપત્ર બેંકમાં રજૂ કરીને સાચા તરીકે ઉપયોગ કરીને બેંકની પાસેથી ગેરકાયદેસર રીતે ગ્રાહકોને બેંકમાંથી લોન અપાવી બેંક સાથે ૩૯૧૨૩૪૧ રૂપિયાની ઠગાઇ કરી હતી. ૨૦ વખત લોન અપાઇ હતી. બેંક ઓફ ઇંડિયાના મેનેજર રમેશભાઇ ખુશાલભાઇ પટેલે નોંધાવેલી પોલીસ ફરીયાદ મુજબ બેંકમાં ગ્રાહક જ્યારે ગોલ્ડ લોન લેવા માટે આવે છે. ત્યારે બેંકના લોન પ્રોસેસીંગ અધિકારી દ્વારા બેંકના નિમણૂંક કરેલ સોનીને બોલાવી સોની દ્વારા ચકાસણી કરાવ્યા બાદ તેના રિપોર્ટ અનુસાર બેંકના ધારાધોરણ મુજબ લોન આપવાની કાર્યવાહી થાય છે. ગ્રાહકના ગોલ્ડને લોન પ્રોસીંગ અધિકારી તથા વેલ્યુઅર અને ગ્રાહકની હાજરીમાં સીલ કરી બેંક દ્વારા સ્વીકારાય છે.

વર્ષ ૨૦૧૮થી ૨૦૨૦માં બેંક મેનેજર તરીકે મેહુલભાઇ ચન્દ્રકાંતભાઇ પટેલ ફરજ બજાવતા હતા. એ સમયે બેંકના નિમણૂંક કરેલા વેલ્યુઅર નિલેશભાઇ મહેન્દ્રભાઇ સોની રહે. સોમા તળાવ, વડોદરા દ્વારા સોનાના ઘરેણાંની ચકાસણી કરીને તેમના રિપોર્ટ આધારે લોન મંજૂર કરીને ગ્રાહકોએ જમા કરાવેલ સોનાના વજન આધારે સૌ પ્રથમ તા. ૬-૧૨-૨૦૧૮ના રોજ નગીનભાઇ ભુરાભાઇ બારીયાને લોન મંજુર કરી આપી હતી. જે ગોલ્ડ લોન અપાઇ હતી. તેની વર્ષ દરમિયાન ભરવાની થતી રકમ ગ્રાહકોએ ભરેલી ન હોવાથી તેઓએ જમા કરાવેલા ઘરેણાની તા. ૧૪-૭-૨૦૨૧ના રોજ હરાજી કરીને લોન વસૂલવા કાર્યવાહી કરી હતી. બેંક દ્વારા નિમાયેલ સોની નિલેશભાઇ મહેન્દ્રભાઇ રહે. સોમાતળાવ વડોદરાનું અવસાન થયું હતું. જેથી નવા નિમાયેલા હિમાંશુભાઇ અશોકભાઇ સોની રહે.

બોડેલીએ ઘરેણાંની ચકાસણી કરતા તે ઘરેણા ખોટા હોવાનું તેમના રિપોર્ટમાં જણાવ્યું હતું. આમ, અગાઉના સોની નિલેશભાઇ મહેન્દ્રભાઇએ ખોટા ઘરેણા હોવા છતા પણ સાચા ઘરેણા હોવાનું પ્રમાણપત્ર બેંકમાં રજુ કરીને સાચા તરીકે ઉપયોગ કરીને બેંકની પાસેથી ગેરકાયદેસર રીતે ગ્રાહકોને બેંકમાંથી લોન અપાવી બેંક સાથે શ્૩૯,૧૨,૩૪૧ની ઠગાઇ કરી હતી. જેથી સોની નિલેશભાઇ મહેન્દ્રભાઇ વિરુદ્ધ ફરીયાદ બોડેલી પોલીસ સ્ટેશનમાં નોંધાવાઇ છે.

Follow Me:

Related Posts