ર1 જાન્યુઆરી ર0રરને શુક્રવારના દિવસે શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ ઘ્વારા નરેશભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ કોરોનાની ગાઈડલાઈનને ઘ્યાને રાખીને શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવની ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી. પંચવર્ષીય પાટોત્સવ નિમિત્તે શ્રી ખોડલધામ મંદિરે સવારે મહાયજ્ઞ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ સવારે 9 વાગ્યે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની ડોકયુમેન્ટરી, ઘ્વજારોહણ, મહાઆરતી, નરેશભાઈ પટેલનો સમાજ જોગ સંદેશ અને રાષ્ટ્રગાન સહિતનાં કાર્યક્રમનું ઓનલાઈન પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને દેશ-વિદેશના ખૂણે ખૂણેથી બહોળી સંખ્યામાં લોકોએનિહાળ્યો હતો અને મા ખોડલની આરતી કરી હતી.
શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, વિશ્વમાં વસતાં દરેક સમાજે ખોડલધામને પ્રથમ દિવસથી સાથ સહકાર આપ્યો છે. જેમ કે ર017માં અંદાજે 1પ0 જેટલા સમાજ અને સંસ્થાઓએ મળીને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને મારૂં સન્માન કર્યુ હતું. આ ઉપરાંત મા ખોડલના રથના ઠેર-ઠેર દરેક સમાજ ઘ્વારા પોંખણા કરવામાં આવ્યા હતા અને આજની તારીખે પણ શ્રી ખોડલધામ મંદિરે દરેક સમાજનાં ભાઈઓ-બહેનો માતાજીના દર્શન કરતાં હોય તેવા દ્રશ્યો દરેક ક્ષણે જોવા મળે છે. ત્યારે હું સમજું છું કે આ દરેક સમાજનું આપણા પર ઋણ છે. આ ઋણ ચુકવવા દરેક સમાજ અને જ્ઞાતિના મહાપુરૂષોની પ્રતિમા આ ખોડલધામ સંકુલની અંદર સ્થાપિત કરવાનો શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડે સંકલ્પ કર્યો છે.
પોતાના સમાજ જોગ સંદેશમાં નરેશભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડે સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે ર017 બાદ અનેક પ્રકલ્પો પૂર્ણ કર્યા છે. જેમ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં દીકરા-દીકરીઓ જોડાય, શ્રી ખોડલધામ સમાધાન પંચ અને શ્રી ખોડલધામ મેરેજ બ્યુરો, શિક્ષણ, ખેતીવાડી, ત્યારે હવે ર0રર પછી પણ સમાજ શિક્ષણની સાથેસંસ્કાર અને આરોગ્ય ક્ષેત્રે આગળ વધે, સમાજના દીકરા-દીકરોઓ સાહિત્ય-સંગીતકાર, રમત-ગમત, મીડિયા સહિતના તમામ ક્ષેત્રે સરકારી નોકરીઓમાં આગળ આવે, વિવિધ સંસ્થાઓ સાથે સંકલન કરીને આગળ વધીએ, આપણું સંગઠન ખૂબ લાગણી અને મજબૂતાઈથી ઉભું છે ત્યારે આજના આ યુવા દીકરા-દીકરીઓને કહેવાનું કે આ સંગઠનને કયારેય આંચ ના આવે તેની જવાબદારી આપ સૌની છે.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને શ્રી ખોડલધામ પરિવાર માટે ર1 જાન્યુઆરીનો દિવસ અતિ મહત્વનો અને ઐતિહાસિક છે. ત્યારે આ ઐતિહાસિક દિવસની ઐતિહાસિક ઉજવણી કરવામાંઅ ાવી હતી. શ્રી ખોડલધામ મંદિરે ર1 જાન્યુઆરીના રોજ પંચવર્ષીય પાટોત્સવની ઉજવણી નિમિત્તે સવારે 6 થી 9 મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો. શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં યજ્ઞશાળામાં યજમાન દ્વારા આહૂતિ આપવામાં આવી હતી. આ મહાયજ્ઞમાં નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા એક અનોખી પહેલના ભાગરૂપે એક સામાન્ય ખેડૂત પરિવારને યજમાન બનાવવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના નાગબાઈનાં ગઢડા ગામના વતની અને સામાન્ય ખેડૂત પરિવાર એવા હરિભાઈ ટીંબડીયાનો પરિવાર આ મહાયજ્ઞમાં યજમાન બન્યો હતો. વિશેષ વાત એ છે કે, મહાયજ્ઞના યજમાન એવા હરિભાઈ ટીંબડીયાની મા ખોડલ પ્રત્યેની શ્રદ્ધા એવી છે કેર011માં ખોડલધામ શિલાન્યાસ પ્રસંગે પ્રસાદીમાં આપવામાં આવેલો લાડુ તેઓએ ઘરે સાચવીને રાખ્યો હતો અને આ પ્રસાદીનો લાડુ આજે પણ એવોને એવો જ છે. આ પ્રસાદીનો લાડુ હરિભાઈ ટીંબડીયા પંચવર્ષીય પાટોત્સવના દિવસે મંદિરે દર્શન માટે લઈને આવ્યા હતા.
મહાયજ્ઞ પૂર્ણ થયા બાદ સવારે 9 કલાકેથી પંચવર્ષીય પાટોત્સવનું લાઈવ પ્રસારણ સોશિયલ મીડિયા અને ટીવી ચેનલના માઘ્યમથી કરવામાં આવ્યું હતું. જેમાં સવારે 9 કલાકે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની ડોકયુમેન્ટરી બતાવવામાં આવી હતી. ત્યારબાદ નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા મંદિરના શિખર પર બાવનગજની ઘ્વજા ચડાવવામાં આવી હતી. ઘ્વજારોહણ બાદ મા ખોડલની સાથે મંદિરમાં બિરાજમાન ર1 દેવી-દેવતાઓની મહાઆરતી કરવામાં આવી હતી. મહાઆરતી બાદ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે સમાજ જોગ સંદેશ આપ્યો હતો. અને કાર્યક્રમના અંતે સૌએ સાથે મળીને રાષ્ટ્રગાન કર્યું હતું. આ ઓનલાઈન કાર્યક્રમમાં દેશ-વિદેશમાંથી સર્વ સમાજના બહોળી સંખ્યામાં લોકો સોશિયલ મીડિયા અને ટીવી ચેનલના માઘ્યમથી જોડાયા હતા અને કાર્યક્રમને નિહાળ્યો હતો. આ ઉપરાંત ગુજરાત સહિત દેશ-વિદેશના વિવિધ 10008થી વધુ સ્થળે એલઈડી સ્ક્રીન અને ટીવી સ્ક્રીન મૂકીને લોકોએ મા ખોડલની આરતી કરીને કાર્યક્રમનિહાળ્યો હતો.
પંચવર્ષીય પાટોત્સવની ઉજવણી નિમિત્તે શ્રી ખોડલધામ મંદિર પરિસરને શણગારવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં આકર્ષક રંગોળી કરવામાં આવી હતી. શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં તૈયાર કરવામાં આવેલી વિશાળ યજ્ઞશાળામાં સવારે અગ્નિ પ્રગટાવાઈ હતી. આ ઉપરાંત ગુજરાત અને દેશ-વિદેશમાં અનેક ઘરોના આંગણે અને સોસાયટી, સમાજ ભવનોમાં રંગોળી સહિતના સુશોભન કરવામાં આવ્યા હતા.
Recent Comments