ખોડિયાર ડેમમાંથી ૬૪૫ ક્યુસેક્સ અને બગડ ડેમમાંથી ૨૧૧ ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે
ભાવનગર અને અમરેલી જિલ્લામાં થોડા દિવસથી ધીમીધારે થયેલાં વરસાદને પગલે જિલ્લાના જળાશયોમાં પણ પાણીની આવક વધી છે. ભાવનગર જિલ્લામાં શેત્રુંજી, રજાવળ, ખારો, માલણ સહિતના કુલઃ ૧૬ ડેમ આવેલાં છે. જેમાથી અત્યારે બગડ અને ખોડિયાર એમ બે ડેમ ઓવરફ્લો થયાં છે. ત્યારે તેની હેઠવાસમાં આવતાં ગામોને સાવધ રહેવાં તંત્ર દ્વારા જણાવાયું છે.
ખોડિયાર ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે અને અત્યારે તેમાં ૬૪૫ ક્યુસેક્સની આવક છે અને તે પૂરેપૂરો ભરાયેલ હોઇ તેટલી જ પાણીની જાવક થઇ રહી છે. તેવી જ રીતે બગડ ડેમમાંથી ૨૧૧ ક્યુસેક્સ પાણીની આવક સામે તેટલી જ પાણીની જાવક થઇ રહી છે તેમ નાયબ કાર્યપાલક ઇજનેર, ફ્લડસેલ, ભાવનગર સિંચાઇ યોજના, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.
Recent Comments