ખોદાણ કરી લેવલ કરી રોડ બનાવા ને બદલે રોડ ઉપર રોડ ડબલ ડેકર રોડ શુ કામ બનાવે છે? એડવોકેટ સંદીપ પંડ્યા
અમરેલી શહેર માં નગરપાલિકામાં ભાજપ નું શાસન હોય ત્યારે અમરેલી ના નગર પાલિકા વિસ્તાર ના 11 વૉર્ડ વિસ્તાર ના લોકો સાથે હળા હળ આ અન્યાય થઈ રહીયો છે અમરેલી શહેર માં 2020 નગરપાલિકા ની ચૂંટણી માં ભાજપ પક્ષ ને અમરેલી શહેર માં અમરેલી શહેર ના લોકો એ ખોબલે ધોબલે મત આપી બહુમતી આપી ને અમરેલી નગરપાલિકા નું સતા નું શુકાન સોપ્યુંઆજે જ્યારે આ સતા ના 2 વર્ષ ઉપર નો સમય ગાળો પસાર થઈ ગયો છે ત્યારે અમરેલી શહેર ના અલગ અલગ 11 વોર્ડ વિસ્તારના 179 રોડ 2 વર્ષ થી બાકી પડીયા છે ત્યારે ભાજપ શાસિત નગરપાલિકા ના સત્તાધીશો સતાનો દૂર ઉપીયોગ કરી જે વિસ્તારમાં સારા સીસી રોડ છે ત્યાં રોડ ઉપર રોડ ડબલ ડેકર રોડ બનાવી રહ્યા છે ત્યારે આ રોડ બનતા અમરેલી શહેર અન્ય વિસ્તારો સાથે અન્યાય થઇ રહ્યો છે ખરેખર તો અમરેલી શહેર માં જ્યાં 2 વર્ષે થી રોડ બાકી છે.
તેવા વિસ્તાર ને પ્રથમ પ્રાયોરિટી આપવી જોએ ને તમામ વિસ્તાર સાથે ન્યાય કરવો જોવે એક વિસ્તાર કે જયાં સારા રોડ છે ત્યાં જરૂર નથી ત્યાં રોડ શુકામ બનાવે છે? અમરેલી નગર પાલિકા ના શાસકો અમરેલી શહેર માં એક ને ગોળ ને એક ને ખોળ આપી શહેર ના લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે વળી રોડ ઉપર રોડ ડબલ ડેકર બનતા રોડ નું લેવલ ઊંચું આવશે ને રોડ ની આજુ બાજુ વસતા રહીશો ને પોતાના મકાન નું લેવલ નીચું જવાથી ચોમાસા દરમ્યાન પાણી ઘરમાં ધરશે પાણી ભરાવાની સમસ્યા નો ઉદભવ થશે ને જેના કારણે લોકો ને પરેશાની નો સામનો કરવો પડશે અમરેલી માં તમામ વોર્ડ ના લોકો એ ભાજપ ને મત આપીયા છે તો વૉર્ડ નં 2 માં જ બે વિસ્તારમાં મા જ રોડ ઉપર રોડ ડબલ ડેકર રોડ શુકામ બનાવી રહ્યા છે ? કે જ્યાં જરૂર નથી રોડ સારા છે સમગ્ર શહેર માં બીજા તમામ વોર્ડ જ્યાં ગટર ગેસ લાઇન સહિત ના કામો પુરા થઈ ગયાં છે ત્યાં કેમ રોડ નથી બનાવતા આ અમરેલી ભાજપ શાસિત નગરપાલિકા સતાધીશો ?
Recent Comments