ગુજરાત

ખ્યાતીકાંડ બાદ જૂનાગઢમાં વધુ એક છેતરપિંડી કરનાર હોસ્પિટલની ઘટના સામે આવી

હવે જૂનાગઢની આયુષ હોસ્પિટલ વિવાદમાં આવી છે. ખ્યાતીકાંડ બાદ રાજ્યમાં હોસ્પિટલની બેદરકારીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હવે જૂનાગઢની આયુષ હોસ્પિટલ વિવાદમાં આવી છે. વેરાવળની એક મહિલા આયુષ હોસ્પિટલમાં હૃદયની સારવાર માટે આવી હતી. પરંતુ દર્દીના પરિવારજનોનો આક્ષેપ છે કે હોસ્પિટલના તબીબોએ હૃદયના બદલે મગજનું ઓપરેશન કર્યું છે. મગજના ઓપરેશન બાદ મહિલાની હાલત અત્યંત ગંભીર છે. કોમામાં જતી રહેલ મહિલાના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.

હોબાળાને કારણે હોસ્પિટલ મેનેજમેન્ટે મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત પોતાની બેદરકારી છુપાવવા દર્દીના પરિવાર માટે રહેવા અને ખાવાની વ્યવસ્થા પણ કરી હતી. જાે કે મહિલાને ૨૪ કલાક ૈંઝ્રેંમાં રાખવા છતાં ડોક્ટર દર્દીની સ્થિતિ અંગે માહિતી આપતા ન હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. દર્દીના પુત્ર રમેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે અમે અમારી માતાને હૃદયની બિમારી અંગે હોસ્પિટલમાં આવ્યા હતા. અહીં ઈન્જેક્શન આપવામાં આવ્યું અને ત્યાર બાદ આડઅસર કે અન્ય કોઈ કારણસર ડોક્ટરે કહ્યું કે મગજનું ઓપરેશન કરવું પડશે અને તાત્કાલિક ર્નિણય લેવો પડશે. જેના કારણે તેણે હૃદયને બદલે મગજનું ઓપરેશન કર્યું છે અને હવે મમ્મી ૈંઝ્રેંમાં છે અને જરાય વાત નથી કરી રહી. આ હોસ્પિટલમાં સંપૂર્ણ બેદરકારી જાેવા મળી રહી છે. અહીં પણ કોઈ પાસે સકારાત્મક જવાબ નથી.

Related Posts