ગંદી બાત ફેમ એક્ટ્રેસે લગ્ન કર્યા, તસ્વીરો સો.મીડિયા પર થઈ વાયરલ
ઓટીટીની બોવ્ડ વેબ સીરીઝ ‘ગંદી બાત’થી ફેમસ થયેલી એક્ટ્રેસ ગહના વશિષ્ઠએ પોતાના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ ફૈઝાન અંસારી સાથે નિકાહ કરી લીધા છે. ગહના અને ફૈઝાનના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. જાે કે, હજુ સુધી લગ્નને લઈને એક્ટ્રેસ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. ગહના વશિષ્ઠને વર્ષ ૨૦૨૧માં રાજ કુંદ્રા સાથે જાેડાયેલ એક અશ્લીલ મામલામાં ધરપકડ કરવામાં આવી હતી. એક્ટ્રેસ પર આરોપ હતો કે, તેણે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા સાથે મળીને કેટલીય છોકરીઓને બળજબરીપૂર્વક પોર્ન ફિલ્મ શૂટ કરવા માટે મજબૂર કરી. ધરપકડના થોડા દિવસો બાદ ગહનાને આ મામલે જામીન મળી ગયા. લગ્નની તસવીરમાં ગહના વશિષ્ઠ લાલ રંગનો બ્રાઈડલ લહેંગો પહેરેલો જાેવા મળી હતી. તો વળી ફૈઝાને બ્લેક કલરનો પઠાણી સૂટ પહેર્યો છે. તસવીરોને જાેઈને એવું લાગી રહ્યું છે કે, કપલે મુસ્લિમ રીતિ રિવાજ સાથે નિકાહ કર્યા છે. ગહના અને ફૈઝાનના લગ્ન બાદ એ વાતનો ક્યાસ લગાવવાનો શરુ થયો છે કે, એક્ટ્રેસે લગ્ન માટે ધર્મ પરિવર્તન કર્યું છે. જાેકે, કપલના નજીકના લોકોના જણાવ્યા અનુસાર, એક બીજાને ખૂબ પ્રેમ કરે છે અને તેમનો સંબંધ પવિત્ર છે. લગ્ન માટે કોઈએ ગહનાને ધર્મ પરિવર્તન કરવા માટે મજબૂર નથી કરી, પણ આ એક્ટ્રેસનો પોતાનો ર્નિણય છે. ગહના અને ફૈઝાનના લગ્નની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ યુઝર્સ તેમને લગ્નની શુભકામનાઓ આપી રહ્યા છે. તો વળી અમુક લોકો પણ જે એક્ટ્રેસને મુસ્લિમ છોકરા સાથે નિકાહ કરવા પર ટ્રોલ કરતા દેખાઈ રહ્યા છે.
Recent Comments