ગુજરાત

ગઈકાલે કાગવડ પાટીદાર સમાજની મિટીંગમાં કોળી સમાજ ની મિટિંગ બાદ આજે સોલંકી બંધુઓ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ને મળતા રાજકારણમાં અનેકવિધ ચર્ચાઓ

ગઈકાલે કાગવડ પાટીદાર સમાજની મિટીંગમાં કોળી સમાજ ની મિટિંગ બાદ આજે સોલંકી બંધુઓ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ને મળતા રાજકારણમાં અનેકવિધ ચર્ચાઓ પૂર્વ મંત્રી પરસોત્તમભાઈ સોલંકી હીરાભાઈ સોલંકી ગાંધીનગર સી.આર.પાટીલ સાથે મુલાકાત કરતા આગામી 2022માં શું થાય છે તેની ઉપર પ્રજાની મીટ હાલમાં નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે તેવી વાતો થઇ રહી છે ત્યારે તેવા સમયે ગઈકાલે કાગવડ મુકામે માંધાતા સંગઠન ની મીટીંગ યોજાઇ હતી જેમા માંધાતા સંગઠનના પ્રમુખ રાજુભાઈ સોલંકી પાટીદાર સમાજ અને નરેશ પટેલ જ હશે ત્યાં કોળી સમાજ રહેશે તેવી ખાતરી આપી હતી તેવા સમયે આજે ગુજરાતના કોળી સમાજના બન્ને દિગ્ગજ આગેવાનો સોલંકી બંધુઓ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ મળતા રાજકારણમાં એક નવો ગરમાવો આવ્યો છે અને ચર્ચાનો વિષય બન્યો છે આજ રોજ ગુજરાત રાજ્યના યશસ્વી પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સાથે ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય એવા પરસોત્તમભાઈ સોલંકી તેમજ તેના જ ભાઈ અને રાજુલા જાફરાબાદના પૂર્વ ધારાસભ્ય હિરાભાઇ સોલંકી ગાંધીનગર નિવાસ્થાને તેની શુભેચ્છા મુલાકાત લીધી હતી ગઈકાલે રાજુભાઈ સોલંકી ની કોળી સમાજ ની મીટીંગ થઇ બાદમાં આજે બંને સોલંકી બંધુઓએ સી.આર.પાટીલ સાથે ચર્ચા કરતા રાજકારણમાં એક નવો ટર્નિંગ પોઈન્ટ સર્જાય તેવી આશા સેવી રહ્યા છે આ બાબતે પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે મોટાભાઈ ને સાથે લઈ માત્ર સી.આર.પાટીલ સાથે શુભેચ્છા મુલાકાત કરી છે અને આગામી વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણી સંબંધી તેમજ કોળી સમાજનું સંગઠન મજબૂત બનાવે કોળી સમાજનો વિકાસ બાબતે વિવિધ ચર્ચાઓ કરી હતી ત્યારે ખરેખર શું થાય છે તે આવનારો સમય જ બતાવશે

Related Posts