અમરેલી ના વતનના રતન, આંતરરાષ્ટ્રીય ઉદ્યોગપતિ, કેળવણીકાર વસંતભાઈ ગજેરા સ્થાપિત લક્ષ્મી ડાયમંડ કુા. ચાલુ સાલે ૫૦ (પચાસ) વર્ષ પૂર્ણ કરી ૫૧ (એકાવન) માં વર્ષમાં પ્રવેશ કરે છે તે નિમિતે ગજેરા ટ્રસ્ટ-સુરત તથા લક્ષ્મીડાયમંડ કુા. દ્વારા શાંતાબા જનરલ હોસ્પિપટલ-અમરેલીના માઘ્ય્મથી, હોસ્પિરટલ ના એમ.ડી. પિન્ટુ્ભાઈ ધાનાણીના માર્ગદર્શન હેઠળ લક્ષ્મી ડાયમંડ મુંબઈના એમ.ડી. તથા જેમ્સ એન્ડ જવેલરી પ્રમોશન કાઉન્સિ-લ ઓફ ઈન્ડિયાના મહારાષ્ટ્ર રિજિયનના ચેરમેન ડાયમંડ કિંગ માન. અશોકભાઈ ગજેરાના સહયોગથી અમરેલી ના મહિલા પોલિસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મહિલા પોલિસ કર્મીઓને ભેટ આપીને આંતરરાષ્ટ્રીય મહિલા દિન-૨૦૨૨ ઉજવાયો હતો.
આ પ્રસંગે સ્થાનિક વ્યવસ્થા સમિતિના સભ્યે શ્રી હરેશભાઈ બાવીશીના હસ્તે મહિલા પોલિસ સ્ટેશન-અમરેલીના મહિલા પોલિસ કર્મી બહેનો તથા નારિ સુરક્ષા કેન્દ્ર ના બહેનોને ભેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા.આ તકે કોરોના મહામારી વખતે શાંતાબા જનરલ હોસ્પિટલને વેન્ટિ્લેટર્સ,એમ્યુસલન્સક,આઈસીયુ વેન વિ.માટે લાખો રૂપિયાનું દાન આપનાર દાતા તથા લક્ષ્મી ડાયમંડ મુંબઈના એમ.ડી. અને ગજેરા ટ્રસ્ટિ-સુરત તથા શાંતાબા જનરલ હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી અશોકભાઈ ગજેરાએ મહિલા પોલિસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલિસ કર્મીઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે મહિલા પોલિસ કર્મીઓ સમગ્ર સમાજ-સુરક્ષાનું સાહસભર્યુ કાર્ય કરે છે ત્યારે તે ઓને પ્રોત્સાહિત કરવાના આશયે અમારા ટ્રસ્ટ ગજેરા ટ્રસ્ટ તથા કંપની લક્ષ્મી ડાયમંડ તરફથી દર વર્ષે મહિલા દિન ઉજવીને મહિલાઓને પ્રોત્સાહિત કરાય છે.
Recent Comments