ગજેરા વિધાભવન સુરતના મેને.ટ્રસ્ટી કેળવણીકાર ચુનીભાઈ ગજેરાએ શાંતાબા જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી.

ગજેરા વિધાભવન સુરતના મેને.ટ્રસ્ટીકેળવણીકાર ચુનીભાઈ ગજેરાએ શાંતાબા જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી.
ગજેરા વિધાભવન કતારગામ તથા ઉતરાણ સુરતના મેને.ટ્રસ્ટી તથા લક્ષ્મી ડાયમંડ – સુરતના એમ.ડી.ચુનીભાઈ ગજેરાએ શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી. અમરેલી જીલ્લાની જનતાને ઉતમ આરોગ્ય સેવા આપવા માટે ગજેરા ટ્રસ્ટ-સુરત હંમેશા કટીબધ્ધ રહેશે – ચુનીભાઈ ગજેરા
અમરેલીના વતનના રતન જાણીતા ઉદ્યોગપતિ તથા કેળવણીકાર માન. વસંતભાઈ ગજેરા સંચાલિત ગજેરા ટ્રસ્ટ-સુરતના ગજેરા વિદ્યાભવન કતારગામ તથા ઉતરાણ મેને.ટ્રસ્ટી તથા કેળવણીકાર અને લક્ષ્મી ડાયમંડ સુરતના એમ.ડી. માન.ચુનીભાઈ ગજેરાએ શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલની મુલાકાત લઇને જનરલ વોર્ડ ને લઈને એક્સરે, આઈ.સી.યુ., બ્લડબેંક, ટ્રોમાં સેન્ટર વિનામૂલ્યે અપાતા ભોજન વિભાગ, વિવિધ વિભાગોની મુલાકાત લઈને દર્દીઓ સાથે સંવાદ કરીને ખબર-અંતર પૂછ્યા હતા. આ તકે સુરતના અગ્રણી ઉધોગપતિશ્રીઓ રમેશભાઈ સિધ્ધપુરા, વિનુભાઈ કથીરિયા તથા હોસ્પિટલના એમ.ડી. શ્રી પીન્ટુભાઈ ધાનાણી પણ મુલાકાતમાં સામેલ થયા હતા. આ તકે શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલના ટ્રસ્ટી તથા અગ્રણી ઉધોગપતિ તથા કેળવણીકારશ્રી ચુનીભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે માન.વસંતભાઈ ગજેરા દ્વારા આરંભાયેલ આરોગ્યસેવાના માધ્યમથી અમરેલી જીલ્લાની જનતાને ઉતમ આરોગ્ય સેવા પૂરી પાડવા અમારું ગજેરા ટ્રસ્ટ- સુરત હંમેશા કટીબધ્ધ રહેશે.
Recent Comments