ગુજરાત

ગડખોલ પાટિયા ઓવરબ્રિજ પરથી પશુ ભરેલી ટ્રક ઝડપી,૨ ની ધરપકડ

અંકલેશ્વર પોલીસ ને પેટ્રોલિંગ દરમ્યાન મળી છે મોટી સફળતા, ગડખોલ પાટિયા ઓવરબ્રિજ પરથી પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન બાતમીના આધારે ગેરકાયદેસર પશુ ભરેલ ટ્રક સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. આ ઘટનામાં એક ભેંસનું બચ્ચુ મરણ પામ્યું હતું. અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે પોલીસે ગળખોલ પાટિયા ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી તે વેળાએ શંકાસ્પદ ટ્રક આવતા પોલીસે તેને અટકાવી હતી. પોલીસે ટ્રક નં (જીજે-૨૪.યુ-૫૫૨૮)ની તપાસ હાથ ધરી હતી. પોલીસે ટ્રકમાંથી તાડપત્રી હટાવી જાેતા તેમાં ક્રૂરતા પૂર્વક ઘાસચારા અને પાણીની સગવડ નહી કરી ૧૬ પશુઓને બાંધ્યા હોવાનું જણાઈ આવ્યું હતું. આ અંગે પોલીસે ટ્રકના ચાલકને પશુઓ અંગે પુછપરછ કરતા પાટણથી સુરત ખાતે લઇ જતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ૧૫ પશુઓને મુક્ત કરાવ્યા હતા અને એકનું ભેંસનું બચ્ચું મરણ પામેલ હાલતમાં મળી આવ્યું હતું. પોલીસે ૨.૧૨ લાખના પશુઓ અને ટ્રક મળી કુલ ૧૨ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને પાટણ ખાતે રહેતો ટ્રક ચાલક વાઘુ ઠાકોર અને અશોક માજીરાનાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts