fbpx
ગુજરાત

ગઢડાના નિગાળા ગામે ૮ ખેતમજૂર સવાર ટ્રેક્ટર પલટી મારી ગયો

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલ નિગાળા ગામ નજીક પસાર થતી કેરી નદીના પુલ પરથી વાડીએ મજૂરી કામ કરવા માટે ટ્રેક્ટરમાં આશરે ૮ જેટલા મજૂરોને વાડીએ લઈ જતા હતા. તે દરમિયાન કેરી નદી પરના પુલ પરથી ટ્રેક્ટર ટ્રોલી સાથે પસાર થતા સમયે સ્ટેરિંગ પર ટ્રેક્ટર ચાલકે કાબુ ગુમાવતા ટ્રેક્ટર કેરી નદીમાં ખાબક્યું હતું. ટ્રેક્ટરમાં સવાર આઠ જેટલા મજૂર તેમજ ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ થતા મોટી દુર્ઘટના ટળી હતી.

ગઢડા તાલુકાના નિગાળા ગામ પાસેથી પસાર થતી કેરી નદીમાં માહિતી મુજબ સવારે ૮ કલાકની આસપાસ ખેત મજૂરોને મજૂરી અર્થે વાડીએ લઈ જતા ટ્રેક્ટર ટ્રોલી સાથે કેરી નદીમાં ખાબકતા તમામ મજૂરો તેમજ ડ્રાયવરનો આબાદ બચાવ થયો હતો. તેમજ ઘટનાને લઈ આસપાસના અન્ય લોકો પણ દોડી આવેલા હતા અને ક્રેન મારફત ટ્રેક્ટરને બહાર કાઢવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts