ગઢડા શહેરના આંગણે આહિર સમાજના બોરીચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ નું થયેલું ભવ્ય આયોજન.તા.૩/૪/૨૨ થી તા.૯/૪/૨૨ સુધી નવ દિવસનું થયેલ આયોજન.દરરોજ હજારો ભક્તો કરી રહ્યા છે કથાનું રસપાન.પાલિતાણા પાસેના બાદલપર ગામના પ્રસિદ્ધ કથાકાર સદાશિવભાઈના વ્યાસાસને ચાલી રહી છે કથા.ગઢડા શહેર ના આહીર સમાજ માં બોરીચા પરિવાર ધરાવે છે ઐતિહાસીક વારસો.ગઢડા શહેર નું ગૌરવ સમાન આહિર સમાજમાં બોરીચા પરિવાર દ્વારા તારીખ ૩/૪/૨૨થી તારીખ ૯/૪/૨૨ સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે, આ પારાયણમાં હજારો ભક્તો કથાનું રસપાન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. પ્રસિધ્ધ કથાકાર સદાશિવભાઈ દ્વારા સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવતા માં આવી રહ્યું છે.ગત તારીખ ૪/૪/૨૨ ના રોજ બોરીચા પરિવાર ના આમંત્રણને ખાસ માન આપીને ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના મંત્રીશ્રી અને આહિર સમાજના અગ્રણી એવા રઘુભાઈ હુંબલે ખાસ હાજરી આપી કથાનું રસપાન કર્યું હતું. બોરીચા પરિવાર દ્વારા પણ તેમના આંગણે પધારેલા રઘુભાઈ હુંબલ નું સન્માન કરવામાં આવ્યું હતું. ગઢડા બોરીચા સમાજ ના અગ્રણીઓ ઉકાભાઈ બોરીચા, ભરતભાઈ બોરીચા, મનુભાઈ બોરીચા, રામભાઈ બોરીચા, અનુભાઈ બોરીચા, દેવરાજભાઈ બોરીચા, હમીરભાઇ બોરીચા, જીતુભાઈ બોરીચા, સહિતના અગ્રણીઓએ આવેલ મહેમાન રઘુભાઈ હુંબલનું ફૂલહાર પહેરાવી શાલ ઓઢાડી ભવ્ય સ્વાગત અને સન્માંન કરેલું હતું.આ પ્રસંગે બોરીચા પરિવાર ના આંગણે ગઢડા આહિર સમાજના પણ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ખાસ કરીને ગઢડા માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન કિરીટભાઈ હુંબલ, ગઢડા નગરપાલિકાના કોર્પોરેટર અને ગઢડા શહેર ભાજપના ઉપાધ્યક્ષ ઘનશ્યામભાઈ ડવ, ગઢડા શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રતાપભાઇ છૈયા, બોટાદ જિલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ વિક્રમભાઈ બોરીચા, ગઢડા આહિર સમાજના અગ્રણીઓ મેણંદભાઈ બોરીચા, મનુભાઇ ચાવડા, રાયધનભાઈ બોરીચા, મોહનભાઈ ડવ (ભગત) સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ગઢડા શહેરના આંગણે આહિર સમાજના બોરીચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી રઘુભાઈ હુંમલ પધારતા ભવ્ય સત્કાર કરાયો



















Recent Comments