ગઢપુર શ્રી ગોપીનાથ દેવ સમક્ષ ૫૧ કલાક ની શ્રી સ્વામી નારાયણ મહામંત્ર ધૂન યોજાશે
ગઢડા સ્વામી ના ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજની પરમ રૂપાથી પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા ૫.પૂ. ૧૦૮ ભાવિ આચાર્ય શ્રી નૃગેનદ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞાથી શા.સ્વા.ધ-ભાજી તથા શ્રી એસ.પી.સ્વામીના માર્ગદર્શન થી ગઢપુર પ્રદેશ સત્સંગ સમાજ અને શ્રી ગોપીનાથજી મંડળના સાથે સહકારથી શ્રી પટેલ સમાજ ગ્રુપ દ્વારા વિશ્વ પ્રસિધ્ધ શ્રી ગઢપુર ધામમાં૫૧ કલાક શ્રી સ્વામિનારાયણ મહામંત્ર ઘુન ગઢપુર ધુન પ્રારંભ શ્રાવણ સુદ-૧ સોમવાર તા.૦૫/૦૮/૨૦૨૪ સવારે ૮:૦૦ કલાકે ધુન સમાપ્તિ શ્રાવણ સુદ -૫ તા.૦૯/૦૮/૨૦૨૪, સાંજે ૫:૩૦ કલાક સુધી કળીયુગમાં ભગવાનને મેળવવાનું સરળ અને શ્રેષ્ઠ સાધન નામ સંકિર્તન ભક્તિ છે નામ જપથી માણસના તમામ દુખ ટળી જાઈ છે
શ્રી સ્વામિનારાયણ મહામંત્રના પ્રતાપે સમગ્ર સમાજ સુખીયો થાય એવા હેતુથી સર્વોપરી ભગવાનશ્રી સ્વામિનારાયણ જે ભુમિને પોતાનું ઘર માનીને રહ્યા અને કહ્યું કે “ગઢડુ મારૂને હું ગઢડાનો તે તો કદિ નથી મટવાનો” ગઢપુર ને અક્ષરધામનું મધ્ય કહિ પોતાના અંગે અંગનું માપ સ્વસ્વરૂપ શ્રીગોપીનાથજીમહારાજની સ્વહસ્તે સ્થાપના કરી તેવા ગઢપુર ધામમાં ગઢપુરપતિ શ્રીગોપીનાથજીમહારાજની પરમ કૃપાથી પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના જન્મોત્સવ અમૃત વર્ષમાં તથા પ.પૂ.૧૦૮ ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞાથી શા.સ્વા.ધનશ્યામવલ્લભદાસજી તથા શ્રી એસ.પી.સ્વામીના માર્ગદર્શન પ્રમાણે ગઢપુર પ્રદેશ સત્સંગ સમાજ અને શ્રી ગોપીનાથજી યુવક અને મહિલા મંડળના સાથે સહકારથી શ્રી પટેલ સમાજ ગ્રુપ ગઢડા દ્વારા સવંત ૨૦૮૦ ના શ્રાવણ સુદ-૧ થી ૫ તા.૫-૮-૨૦૨૪ સોમવાર થી તા.૯-૮-૨૦૨૪ શુક્રવાર સુધી ૫૧ કલાક ધુનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પ્રસંગે દેવ દર્શનધર્મકુળના આશિર્વાદ અને પુનનો લાભ લેવા તથા ગઢપુરધામના અને ધામો ધામથી પધારવા અનુરોધ કરાયો છે
Recent Comments