fbpx
ભાવનગર

ગઢુલામાં કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાંભણિયાનાં સત્કાર કાર્યકર્તા આભાર સમારોહ

ગઢુલામાં લોકસભા સાંસદ અને કેન્દ્રિત મંત્રી વરાયેલાં શ્રી નિમુબેન બાંભણિયાનાં સત્કાર સાથે કાર્યકર્તા આભાર સમારોહ પ્રસંગે ભાજપ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીએ શ્રી શ્યામાપ્રસાદ મુખરજીનાં પૂણ્ય સ્મરણ સાથે ભાવનગરની ભૂમિ સ્વાભિમાન અને ત્યાગની ગણાવતાં અહીંનાં કાર્યકર્તાઓ પ્રત્યે ભાવ વ્યક્ત કર્યો. ભારતીય જનતા પક્ષ ભાવનગર બોટાદ લોકસભા ક્ષેત્રનાં હોદ્દેદાર કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સિહોર તાલુકાનાં ગઢુલા ગામે પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલનાં યજમાન સ્થાને યોજાયેલ સત્કાર સમારંભ તથા કાર્યકર્તા આભાર દર્શન પ્રસંગે સંઘ પરિવારનાં મોભી રહેલાં શ્રી શ્યામાપ્રસાદ મુખરજીનાં પૂણ્ય સ્મરણ સાથે મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્ય કરાયું હતું.

ભાજપ ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીએ ચૂંટણી પરિણામ અને ભાવનગર બેઠક સંબંધી ઉલ્લેખ કરી શ્યામાપ્રસાદ મુખરજીનાં પૂણ્ય સ્મરણ સાથે ભાવનગરની ભૂમિ રાષ્ટ્રમાં સૌ પ્રથમ રજવાડું આપનાર એવી સ્વાભિમાન અને ત્યાગની ભૂમિ ગણાવતાં અહીંનાં કાર્યકર્તાઓ પ્રત્યે ભાવ વ્યક્ત કર્યો. તેઓએ સ્વતંત્રતા સમયે સરદાર વલ્લભભાઈ પટેલ સહિત અગ્રણીઓની ભૂમિકા અને તેઓની રાષ્ટ્ર ભાવનાનો ઉલ્લેખ કર્યો. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં વૈશ્વિક સ્થાન અંગે પણ વાત કરી.લોકસભા સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાંભણિયાએ પોતાની નાનકડી કક્ષામાંથી કેન્દ્ર સરકારમાં મંત્રી બનવાનાં સ્થાન માટે ભાજપ સાથે સહયોગી કાર્યકર્તાઓ પ્રત્યે લાગણી સભર આભાર ભાવ વ્યક્ત કર્યો અને સંગઠન મહિમા સાથે સૌને એક રહેવાં ભાર મૂક્યો.

કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાંભણિયાનું અહીંયા અગ્રણીઓ દ્વારા સત્કાર કરવામાં આવેલ.આ પ્રસંગે શ્રી મહેન્દ્રસિંહ સરવૈયાએ શ્રી શ્યામા પ્રસાદ મુખરજીનાં બલિદાન દિવસ ઉલ્લેખ કરી ભાજપનું ગોત્ર હોવાનું કહી રાજ્યમાંથી કેન્દ્રમાં પ્રધાનોની વધુ સંખ્યા અંગે ગૌરવ વ્યક્ત કર્યું.સમારોહ યજમાન શ્રી રઘુભાઈ હુંબલે ગઢુલા ગામનાં ગૌરવ દિવંગત શ્રી હરિસિંહજી ગોહિલ, પૂર્વ સાંસદ શ્રી મહાવીરસિંહ ગોહિલ વગેરેનો ઉલ્લેખ કરી આ વિસ્તાર ભાજપ સાથે રહ્યાનું જણાવ્યું. તેઓએ નીચે બેઠેલા કાર્યકર્તા અને મંચ પરનાં હોદ્દેદારો બધાં જ સમાન હોવાની લાગણી જણાવી.

ભાવનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી અભયભાઈ ચૌહાણે લોકસભા ચૂંટણીમાં પ્રદેશ ભાજપ આયોજનને બિરદાવી કહ્યું કે આ દરમિયાન કોઈ થાક ન લાગ્યો અને પરિણામ મેળવી શક્યા. તેઓએ ત્રીજી વાર વડાપ્રધાન પદે શ્રી નરેન્દ્ર મોદી બિરાજ્યાનો હરખ વ્યક્ત કર્યો.ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાઘવજી મકવાણાએ આ વિસ્તાર માટે એક યા બીજી રીતે ગૌરવશાળી ગણાવી શ્રી પુરુષોત્તમ રૂપાલા, શ્રી નિમુબેન બાંભણિયા, શ્રી મનસુખભાઈ માંડવિયા તથા શ્રી ભરતભાઈ સુતરિયા એમ ચાર સાંસદ વિજયી થયાનું જણાવ્યું. કેન્દ્રીય પ્રધાન મંડળમાં પણ બે સાંસદોને સ્થાન મળ્યાનું ઉમેરી અભિનંદન પાઠવ્યાં.

આ સમારોહમાં આભાર વિધિ બોટાદ જિલ્લા ભાજપ  પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલે કરી હતી.અહી ભાજપ અગ્રણીઓ પદાધિકારીઓ ધારા સભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ, ભાવનગર મહાનગરપાલિકા અધ્યક્ષ શ્રી ભરતભાઈ બારડ, શ્રી અમોહભાઈ શાહ, શ્રી જેઠીબેન પરમાર, શ્રી કેશુભાઈ નાકરાણી, શ્રી ભોળાભાઈ રબારી, શ્રી પેથાભાઈ આહીર, શ્રી મૂળજીભાઈ મિયાંણી, શ્રી સુરેશભાઈ ગોધાણી વગેરેની પ્રેરક ઉપસ્થિતિ રહી.શ્રી ભરતભાઈ મેરનાં સંચાલન સાથે આ સમારોહમાં ભાવનગર તથા બોટાદ લોકસભા ક્ષેત્રનાં ભાજપ હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયાં હતાં.આ દરમિયાન ભાજપ દ્વારા વૃક્ષારોપણ સહિતનાં આગામી સેવાકીય કાર્યક્રમો અંગે જાહેરાત થયાનું જિલ્લા ભાજપ પ્રવક્તા શ્રી કિશોર ભટ્ટ તથા પ્રચાર સહ સંયોજક શ્રી મૂકેશ પંડિતની યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts