ભાવનગર

ગઢુલા ગામે અનાજ કરિયાણા વિતરણ

ગઢુલા ગામે જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કરિયાણાનું વિતરણ કરવામાં આવ્યું ભાજપ અગ્રણી શ્રી રઘુભાઈ આહિર દ્વારા અગ્રણીઓની ઉપસ્થિતિમાં સખાવત ઈશ્વરિયા મંગળવાર તા.૯-૪-૨૦૨૪ (મૂકેશ પંડિત)ભાજપ પ્રદેશ અગ્રણી શ્રી રઘુભાઈ આહીર દ્વારા ગઢુલા ગામે જરૂરિયાતમંદ પરિવારોને અગ્રણીઓની ઉપસ્થિતિમાં અનાજ કરિયાણાનું વિતરણ કરવામાં આવ્યું છે.

સિહોર તાલુકાનાં ગઢુલા ગામે ગરીબ જરૂરિયાતમંદ પરિવારોને લગભગ ૧૯ વર્ષથી સહાયક બની રહેલાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના મંત્રી શ્રી રઘુભાઈ આહિર દ્વારા રાજ્યનાં પૂર્વ મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા, શ્રી મૂળજીભાઈ મિયાંણી સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં અનાજ કરિયાણા સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે.ભાજપ પ્રદેશ અગ્રણી અને દાતા શ્રી રઘુભાઈ આહિર જુદા જુદા વિસ્તારોમાં વિવિધ સેવા સંસ્થા અને સામાજિક પ્રવૃત્તિઓમાં સહાયક બનતા રહ્યા છે, ગઢુલા ગામનાં કાર્યકર્તાઓનાં સંકલન સાથે આ વિતરણ ગોઠવાયેલ. આ સખાવતને ગ્રામજનોએ બિરદાવી છે.

Related Posts