બુધવારે ૨૬મી જાન્યુઆરીને ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. ૨૫ નવેમ્બર ૧૯૪૯ના દિવસે દેશના બંધારણને મંજૂરી મળી હતી. અને ભારતીય બંધારણ ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે અમલી કરાયો હતો. જેથી પ્રજાસત્તાક દિવસની ઉજવણી ૨૬મી જાન્યુઆરીએ થાય છે. ત્યારે પ્રજાસત્તાક દિન નિમિતે શહેરમાં પાલિકા દ્વારા, શાળાઓમાં તેમજ વિવીધ સામાજિક સંસ્થાઓ ધ્વજવંદન કરવા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે શહેરમાં વિવિધ સ્થળોએ તિરંગાનું વેચાણ થઈ રહ્યું છે. અને દેશના તહેવારને ઉજવવા માટે મોટી સંખ્યામાં લોકો તિરંગાની ખરીદી કરે છે. હાલ શહેરમાં ઠેર ઠેર વેચાઈ રહેલા તિરંગાની લોકો ખરીદી કરતા જોવા મળી રહ્યા છે.
ગણતંત્ર દિવસ ને લઈ બજારો મા તિરંગા નું વહેંચાણ


















Recent Comments