ભાવનગર રેન્જ આઇ.જી.પી. અશોકકુમાર યાદવ સાહેબનાઓએ રેન્જના જીલ્લાઓમાં મિલ્કત સંબંધી ચોરીના આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી, હિમકરસિંહ સાહેબ નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી ગુન્હાઓ આચરી પોતાની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપી હોય અને તેવા ગુન્હાઓનો ભેદ ઉકેલવા અને આરોપીઓને પકડી તેના મુળ માલીકને ચોરીમાં ગયેલ મિલ્કત પાછી મળે તે માટેના સઘળા પ્રયત્નો કરવા અને આવા વણશોધાયેલ ગુન્હાઓનાં ભેદ ઉકેલવા આપેલ ખાસ સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી વિભાગના ના.પો.અધિ જે.પી.ભંડારી સાહેબ, સર્કલ પો.ઇન્સ. જે.ડી.ડાંગરવાલા સાહેબ નાઓ દ્રારા આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ
લીલીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ. એમ.ડી.ગોહિલ ની સુચના મુજબ લીલીયા પોલીસ સ્ટેશનના ટાઉનબીટ ઇન્ચાર્જ એચ.પી.વેગડા તથા પો.કોન્સ. ગૌતમભાઇ ખુમાણ તથા પો.કોન્સ. જીતેન્દ્રભાઇ ગંગલ તથા સર્વેલન્સ ટીમના પો.કોન્સ. અનિરૂધ્ધસિંહ નટુભા વાજા તથા પો.કોન્સ. પૃથ્વિરાજસિંહ મોરી નાઓ લીલીયા પો.સ્ટે. વિસ્તારમાં નીલાગ્રા ચોકડી પાસે રોડ ઉપર વાહન ચેકીંગમાં હતા. તે દરમ્યાન લીલીયા મોટા ગામથી અમરેલી રોડ તરફ એક મો.સા. ચાલક આવતો હોય, તેને રોકી સદર મો.સા. જોતા આગળપાછળ નંબર પ્લેટ ન હોય અને શંકાસ્પદ લાગતા મો.સા.નાં ચાલક પાસે સાધનિક કાગળો માંગતા કોઇ આધાર પુરાવા રજુ કરેલ નહી જેથી સદર મો.સા. ના ચેસીસ નંબર તથા એન્જીન નંબર થી અત્રેના પો.સ્ટે.ના પોકેટકોપ મોબાઇલ ફોનમાં વાહન સર્ચ કરી સદર મો.સા.ના રજી. નંબર મેળવી યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા જણાવેલ કે, સદર મો.સા. પોતાના ઘરની પાસે પાડોશીના ઘરે ભજનનો પ્રોગ્રામ હોય, ત્યાં રાત્રીના સમયે શેરીમાં પાર્ક કરેલ મો.સા. ગાડીઓમાંથી સદર મો.સા. ચોરી કરેલ હોવાનુ જણાવતા હોય, અને જે સબબ લીલીયા પો.સ્ટે. પાર્ટ (એ) ગુ.ર.નં. ૦૨૬૩/૨૦૨૨ આઇ.પી.સી. કલમ- ૩૭૯ મુજબનો ગુન્હો રજી. થયેલ હોય, જેથી મજકુર ઇસમને આજરોજ તા. ૧૯/૦૫/૨૦૨૨ ના – ૧૪/૦૦ વાગ્યે મો.સા. ચોરીના ગુન્હામાં ધોરણસર અટક કરવામાં આવેલ. આમ,મજકુર ઇસમને ચોરીના મુદામાલ મો.સા સાથે ઝડપી પાડવામાં લીલીયા પોલીસ ટીમને સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપી
(૧) મહંમદરફીક ઉર્ફે પપ્પુ રજાકભાઇ મકવાણા ઉ.વ. ૨૩ ધંધો. કલીનર રહે. લીલીયા જી. અમરેલી.
આમ, આ સમગ્ર કામગીરીમાં લીલીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ એમ.ડી.ગોહિલ તથા ટાઉન બીટ ઇન્ચાર્જ (હેડકોન્સ. હિરેનભાઇ વેગડા તથા પો.કોન્સ. ગૌતમભાઇ ખુમાણ તથા પો.કોન્સ. જીતેન્દ્રભાઇ ગંગલ તથા સર્વેલન્સ ટીમના પો.કોન્સ. પૃથ્વિરાજસિંહ મોરી તથા પો.કોન્સ. અનિરૂધ્ધસિહ વાજા તથા પો.કોન્સ. સંજયભાઇ ઇટાલીયા વિ. સ્ટાફના માણસો આ કામગીરીમા જોડાયા હતા
Recent Comments