fbpx
ભાવનગર

ગણતરીની કલાકોમાં બાઇક ચોરીના આરોપીને મુદ્દામાલ સાથે મોબાઇલ પોકેટ કોપની મદદથી ઝડપી પાડતી બોરતળાવ પોલીસ સર્વેલન્સ ટીમ

મ્હેી.નાયબ પોલીસ મહાનિરક્ષક શ્રી. અશોકકુમાર સા. તથા મ્હે.પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબનાં માર્ગદર્શન મુજબ તથા ના.પો.અધિ. શ્રી એ.એમ.સૈયદ સાહેબે શહેરમા વાહન ચોરીના બનાવ અટકાવવા તેમજ બનેલ ગુન્હાઓ ડીટેકટ કરવા સુચન કરેલ હોય જે અંગે બોરતળાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.એમ.રાવલ સાહેબની સુચના મુજબ

                    બોરતળાવ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફનાં માણસો બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ના.રા દરમ્યાન બોરતળાવ કુમુદવાડીના નાકા પાસે વાહન ચેકીંગમાં હતાં તે દરમ્યાન  બોરતળાવ બાલવાટીકા તરફથી એક ઇસમ કાળા કલરનુ પ્લેટીના નંબર પ્લેટ વગરનુ મો.સા. પુર ઝડપે ચલાવી આવતો જોવામા આવતા તેને રોકી મો.સા.ના દસ્તાવેજ બતાવવા કહેતા પોતાની પાસે ન હોવાનુ અને ખોવાય ગયા છે તેમ જણાવતો હોય જેના આગળ પાછળ નંબર પ્લેટ નથી જેથી મો.સા.મા લખેલ એન્જીન નં “0035596” તથા ચેસીસ નં. “0020545”  આધારે પોકેટકોપ મોબાઇલમા સર્ચ કરતા જેના રજી.નં GJ-04-AL-7426 હોવાનુ જણાયેલ.

આ અંગેનો ગુન્હો અત્રેના પો.સ્ટેમાં ફ.ગુ.ર.નં ૩૬૪/૨૦૨૧ આઇ.પી.સી કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જેથી મો.સા.ચાલકનુ નામ સરનામુ પુછતા પોતે પોતાનુ નામ *કિશનભાઇ ભુપતભાઇ પરમાર ઉવ ૨૧ રહે કુ.વાડા નારી રોડ શેરી નં ૦૪ રામદેવનગર ભાવનગરવાળો* હોવાનુ જણાવે છે અને આ બાબતે મજકુર ઇસમને પુછપરછ કરતા આશરે ચારેક દિવસ પહેલા ચિત્રા જી.આઇ.ડી.સી. મહેશ ટવીસ્ટોટેક કંમ્પનીના કંપાઉન્ડમાથી ચોરેલ હોવાનુ કબુલાત આપેલ

આ સમગ્રહ કામગીરીમાં બોરતળાવ પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર કે.એમ.રાવલ તથા સર્વેલન્સ ટીમના હેડ કોન્સ  એચ.એચ સોલંકી પો.કો દેવેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ ગોહીલ, સંજયસિંહ સરવૈયા, હર્ષદસિંહ વાળા, કુલદીપસિંહ સરવૈયા, મહીપાલસિંહ ગોહીલ, સત્યજીતસિંહ ગોહીલ એ રીતેના પો.સ્ટાફ જોડાયા હતા

Follow Me:

Related Posts