ગણદેવી તાલુકાની ૬૫ ગ્રામ પંચાયત પૈકી ૫૪ ગામની ચૂંટણી જાહેર કરાઇ હતી. તે પૈકી બે ગામો ભાગડ અને તલીયારા સમરસ બન્યા હતા. જ્યારે સોનવાડી ગામ બિનહરીફ બનતા હવે ૫૧ ગ્રામ પંચાયતમાં ૧૯ મી ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. જેમાં સરપંચ પદે ૧૫૪ અને વોર્ડ સભ્ય માટે ૬૯૦ ઉમેદવારો વચ્ચે જંગ મંડાઇ ચૂક્યો છે. તાલુકામાં ૧૩૮ મતદાન મથકો ઉપર ૨૭૬ મતપેટીમાં ૯૫૬૬૦ મતદારો પોતાનું મતદાન કરશે.
તે અગાઉ મતદાનની પ્રક્રિયામાં ફરજ ઉપરના કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં સોમવારે નિર્ધારિત સમય સુધીમાં ૨૨૦ કર્મચારીએ પોસ્ટલ મત માંગણી કરી હતી. જેમાં સૌથી વધુ નાંદરખા ગામના ૯૬ કર્મચારી હતા. મંગળવારે તેમને પોસ્ટલ મત ઇસ્યુ માટેની કામગીરી હાથ ધરાઈ હતી. આજે શનિવારે ફરજ ઉપરના કર્મચારીઓને ધ.ના.ભાવસાર શાળા પટાંગણમાં ચૂંટણી સાધન સામગ્રી વિતરણ કરાશે. તે વેળા મતપત્રમાં ખરાની નિશાની કરી બંધ કવરમાં એકરારનામુ સાથે મતપેટીમાં મતદાન યોજાશે. તદ્ઉપરાંત પોસ્ટ દ્વારા વૈધાનિક જાેગવાઈ પણ છે.
મતદાન બાદ મતપેટી ધના ભાવસાર શાળાના સ્ટ્રોંગ રૂમમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રખાશે. જે બાદ આગામી ૨૧મીએ મતગણતરી હાથ ધરાશે. ગણદેવી મામલતદાર જગદીશ ચૌધરી, જયેશ દેસાઈ, ટીડીઓ ભાવિની યાદવ, પ્રતિક ચૌધરી સહિત ટીમ પારદર્શક, ન્યાયી ચૂંટણી પાર પાડવા સતત કામ કરી રહ્યાં છેચૂંટણીમાં ટપાલ મતપત્રનો ઉપયોગ એવા મતદારો માટે કરવામાં આવે છે કે જેઓ પોતાની ચૂંટણી ફરજને કારણે મતદાન મથકમાં જઇ મતદાન કરી શકતા નથી. ગણદેવી તાલુકામાં આગામી ૧૯મી ડિસેમ્બરે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પાર પાડવા વહીવટી તંત્રએ કમર કસી છે. દરમિયાન ચૂંટણીમાં ફરજ નિભાવતા ૨૨૦ કર્મચારીએ પોસ્ટલ બેલેટ માટે નિર્ધારિત સમયમાં માંગ કરી હતી. જેમાં નાંદરખા ગામ સૌથી વધુ ૯૬ પોસ્ટલ મત સાથે અવ્વલ રહ્યું હતું.
Recent Comments