fbpx
ગુજરાત

ગણેશપુરા માં રાત્રે પરિવાર સૂતો રહ્યો અને તસ્કરો 5 મોબાઇલ ચોરી ગયા

સિદ્ધપુર તાલુકાના ગણેશપુરા ગામે તસ્કરોએ રાત્રિના સમયે લોકોને સુતા રાખી મોબાઇલોની ચોરી કરી ગયા હોવાની ચોંકાવનારી ઘટના બની છે જેમાં એક જ પરિવારના રૂ 49000ના પાંચ મોબાઈલો ની તસ્કરો ઘરમાંથી ચોરી કરી ગયા હતા આ ઉપરાંત ગામમાંથી અન્ય પાંચ સ્થળોએથી પાંચ મોબાઇલની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

સિદ્ધપુર તાલુકા ના ગણેશપુરા ગામે આવેલા ગણેશ વિલા બંગ્લોઝમાં રહેતા ધાર્મિક ભરત કુમાર શર્મા અને તેમના પરિવારજનો શુક્રવારે રાત્રે ઘરની બહાર સુઈ ગયા હતા. પરિવારના બે સભ્યો ઘરની અંદર સુતા હતા તે વખતે તસ્કરો બાલ્કનીમાંથી ઘરમાં આવી તેમનો અને તેમના પરિવારના સભ્યો ના રૂ 49000 ના પાંચ મોબાઈલ ફોનની ચોરી કરી ગયા હતા

બાદમાં તેઓ વહેલી સવારે ઉઠ્યા ત્યારે ઘરમાંથી પાંચેય ફોનની ચોરી થઇ હોવાની જાણ થતાં તેમણે આ અંગે સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં પોલીસે તસ્કરોનું પગેરુ મેળવવા માટે તપાસ શરૂ કરી છે. ઉપરાંત ગામમાંથી પણ જુદા જુદા ઘરોમાંથી પાંચ જેટલા મોબાઇલની ચોરી થઇ હોવાની જાણકારી મળી હતી.

Follow Me:

Related Posts