ભાવનગર

ગણેશ શાળા – ટીમાણાના બાળકોએ જિલ્લા કક્ષાની જુડો સ્પર્ધામાં મેળવી અનેરી સિદ્ધિ 

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ – ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત – ગાંધીનગર હસ્તકની જિલ્લા રમત ગમત અધિકારી કચેરી , ભાવનગર તથા એસ.જી.એફ.આઈ. દ્વારા યોજાયેલ જુડો સ્પર્ધામાં ગણેશ શાળા – ટીમાણાના બાળકોએ અન્ડર -14માં 5 બાળકોએ પ્રથમ નંબર તથા 2 બાળકોએ બીજો નંબર મેળવ્યો હતો. આ ઉપરાંત અંડર – 17માં 7 બાળકોએ પ્રથમ નંબર તથા 1 બાળકે બીજો નંબર મેળવ્યો હતો. શાળાના કુલ 15 બાળકોએ પ્રથમ તથા બીજા નંબરની સિદ્ધિ મેળવી હતી. જેણે સાબિત કર્યું હતું કે ગામડાના બાળકો પણ રમત ગમતમાં પોતાની આગવી શૈલી ધરાવે છે. વિજેતા તથા સારું પ્રદર્શન કરનાર તમામ બાળકોને શાળા પરિવાર દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Related Posts