fbpx
ભાવનગર

ગણેશ શાળા ટીમાણાના બાળ વૈજ્ઞાનિકોએ વિજ્ઞાન પ્રદર્શનમાં મેળવેલ સિદ્ધિ રાજ્યકક્ષા સુધી પહોંચશે

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભાવનગર દ્વારા આયોજિત ઝોન કક્ષાનું વિજ્ઞાન-ગણિત–પર્યાવરણ પ્રદર્શન 2022-23 નું આયોજન તારીખ ૧૮ થી ૧૯ જાન્યુઆરી ૨૦૨૩ બે દિવસ દરમિયાનગ્રામદક્ષિણામૂર્તિ આંબલા, તા.સિહોર મુકામે યોજાઈ ગયેલ. જેમાં ગણેશ પ્રાથમિક શાળા – ટીમાણાની વિભાગ નંબર ૪ (પરિવહન અને નાવિન્ય)ની કૃતિ સ્માર્ટ બાઇક એન્ડ સેફ્ટી ડિવાઇસ ઝોન કક્ષાએ પસંદગી પામી રાજ્ય કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે. જેના બાળ વૈજ્ઞાનિકો ભટ્ટ પ્રતિક બળદેવભાઈ અને ભટ્ટ માધવ કિશોરભાઈ હતાં. સ્માર્ટ બાઇક બનાવવા માટે વાઇ-ફાઈ બોર્ડ, રિલે, કનેક્ટ વાયર અને મોબાઈલનો ઉપયોગ કરી બાઇકના અલગ અલગ ભાગો જેવા કે હોર્ન, સેલ્ફ સ્ટાર્ટ, ઈંડિકેટર્સ, હેડ લાઇટ અને ચાવીના હૉલનું જોડાણ ઇલેક્ટ્રીક ચાવીઓ સાથે કરવામાં આવે છે.

બધી સ્વીચોનું જોડાણ વાઇ ફાઈ બોર્ડ સાથે કરીને વાઇ-ફાઈ બોર્ડનું જોડાણ મોબાઈલના હોટસ્પોટ અથવા પોર્ટેબલ રાઉટર સાથે કરવામાં આવે છે.મોબાઈલ એપ્લીકેશનની મદદથી બાઇકને ચાલુ-બંધ તેમજ અલગ અલગ કાર્ય થઈ શકે છે. બાઇકને પોતાનું પોર્ટેબલ હોટસ્પોટ હોવાને કારણે કોઈ પણ સ્થળેથી નિયંત્રિત થઈ શકે છે કારણ કે તે ઇન્ટરનેટથી જોડાયેલ હોય છે.બાઇકની ચાવી ભુલાઈ જાય કે ખોવાઈ જાય તો પણ મોબાઈલ એપ્લીકેશનથી શરૂ-બંધ કરી શકાય છે. જેથી તમારી બાઇક તમારી મરજી સિવાય કોઈ પણ ચલાવી શકશે નહીં. આ કૃતીના માર્ગદર્શક શિક્ષકશ્રીઓ પ્રવિણભાઈ સિંદલ અને અશ્વિનભાઈ બાંભણિયા  રહ્યા હતાા. બંનેે બાળ  વૈજ્ઞાનિકો તથા શિક્ષકોને ગણેશ શાળા પરિવાર વતી હાર્દિક શુભકામનાઓ પાઠવેલ.

Follow Me:

Related Posts