અમરેલી

ગણેશ શાળા – ટીમાણાના 1416 બાળકોએ આપી રાજ્ય કક્ષાની GK – IQ પરીક્ષા

વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગર દ્વારા બાળકોમાં સામાન્ય જ્ઞાન, બુદ્ધિચાતુર્ય, ગણિત , કમ્પ્યુટર તથા ભાષાના જ્ઞાનમાં સમૃદ્ધિ આવે અને બાળકને ભવિષ્યમાં આપવાની થતી સ્પર્ધાત્મક પરીક્ષા માટે બાળક અત્યારથી જ તૈયાર થાય તેવા ઉમદા હેતુ સાથે છેલ્લા 45 વર્ષથી સતત રાજ્ય કક્ષાની GK – IQ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષામાં ગણેશ શાળા – ટીમાણા છેલ્લા 18 વર્ષથી એટલે કે વર્ષ 2005 થી સતત જોડાય છે, એટલું જ નહીં પરંતુ મોટાભાગના વર્ષોમાં ગણેશ શાળા – ટીમાણા સૌથી વધારે બાળકોને પરીક્ષા અપાવતી શાળા છે. સાથોસાથ સમગ્ર રાજ્યમાં સૌથી વધારે પ્રોત્સાહિત રકમ મેળવતા બાળકો પણ આ જ શાળાના હોય છે. આ પરીક્ષાનું આયોજન આ વર્ષે તારીખ 22-10-2023 ના રોજ થયું હતું. જેમાં ગણેશ શાળા ટીમાણાના કુલ 1416 બાળકો જોડાયા હતા. યાદ અપાવીએ કે ગત વર્ષે સમગ્ર રાજ્યમાં ટોપ – 5 બાળકોમાં ગણેશ શાળા – ટીમાણાના 35 બાળકોનો સમાવેશ થયો હતો. ગણેશ શાળા ટીમાણા પરિવાર વતી પરીક્ષા આપનાર દરેક બાળકોને પોતાના આગળના ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

Follow Me:

Related Posts