તળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલી ગણેશ શાળામાં કારગીલ વિજય દિવસની ઊજવણી કરવામા આવી હતી. જેમાં દેશભક્તિ ગીતો, અભિનય ગીત, વીર ભગતસિંહનાટક રજુ કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમ તળાજા પંથકના આર્મી જવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેણે શાળાનાં બાળકોને ભારતીય સૈન્યમાં જોડાવાની પ્રેરણા આપતું પ્રવચન આપ્યું હતું. આ ઉપરાંત કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી
ગણેશ શાળા ટીમાણામાં કારગીલ વિજય દિવસ ની ભવ્ય ઉજવણી થઈ

Recent Comments