ગણેશ શાળા ટીમાણામાં ચકલી દિવસ, વન દિવસ, જળ દિવસ અને શહીદ દિવસ જેવા કાર્યક્રમો ઉજવાશે

ળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલી ગણેશ શાળામાં 20 માર્ચ ચકલી દિવસ,21 માર્ચ વિશ્વ વન દિવસ, 22 માર્ચ જળ દિવસ અને 23 માર્ચ શહીદ દિવસ જેવા કાર્યક્રમો ઉજવાશે. જેમાં બાળકોને પ્રકૃતિથી માહિતગાર કરવા અને દેશ પ્રત્યે બલિદાનની ભાવનાના પાઠ શીખવવામાં આવશે. આ કાર્યક્રમો શિક્ષકોના માર્ગદર્શનમાં શાળાના બાળકોની સક્રિય ભાગીદારી સાથે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થશે.
Recent Comments