ગણેશ શાળા ટીમાણામાં ભવ્ય રમતોત્સવ ઉજવાયોશિક્ષણ સાથે રમતગમત ક્ષેત્રે અગ્રેસર રહેતી શાળા એટલે ગણેશ શાળા ટીમાણામાં રમશે ગણેશ જીતશે ગણેશ થીમ અંતર્ગત ભવ્ય રમતોત્સવ નું આયોજન થયું હતું. જેમાં 100 મીટર અને ૨૦૦ મીટર દોડ, લાંબી કુદ , દોરડા કૂદ , સંગીત ખુરશી , કોથળા દોડ , સ્લો સાયકલ , લીંબુ ચમચી , ટામેટા પકડ , ફુગ્ગાફોડ , દોરડા ખેંચ , ચાંદલા સોડવા , સોય દોરામાં મોતી પરોવવા , વલયદંડ જેવી રમતો રમાડવામાં આવી હતી આ તમામ રમતોમાં એક થી ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરેલા બાળકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા . ભાગ લેનાર તમામ બાળકોમાં અને શાળા પરિવારમાં ખેલદેલીની ભાવના સાથે સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ જોવા મળ્યો હતો
ગણેશ શાળા ટીમાણામાં ભવ્ય રમતોત્સવ ઉજવાયો

Recent Comments