fbpx
ભાવનગર

ગણેશ શાળા ટીમાણામાં શ્રીમદ્ ભગવત ગીતા જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી

માગસર સુદ અગિયારસ એટલે શ્રીમદ્ ભગવત ગીતા જયંતી. આ પર્વની ઉજવણી ગણેશ શાળા ટીમાણામાં આનંદભેર કરવામાં આવી હતી. દીપ પ્રાગટય, પર્થાના અને મહેમાંશ્રીના શાબ્દિક સ્વાગત બાદ ટીમાણા જ ગામના વતની ભટ્ટ લાલજીભાઈએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પૂજન કરાવ્યું હતું. આ ઉપરાંત આ કાર્યક્રમમાં સતપ્રેરણા ટ્રસ્ટ અમદાવાદમાંથી પધારે રાષ્ટ્રપ્રેમીઓએ ગીતાજી, ભારતીય સંસ્કૃતિ વગેરે વિષયો પર બાળકોને વિશેષ સમજ આપી હતી. આ કાર્યક્રમમાં બાળકો દ્વારા શ્રીમદ્ ભગવત ગીતા વિશે ગુજરાતી હિન્દી અને સંસ્કૃત એમ ત્રણેય ભાષામાં અપાયેલ વક્તવ્ય, સ્વામી વિવેકાનંદના પ્રેરણાદાયક નાટકો તથા ગીતાજીના ગીતો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

+આ ઉપરાંત આ કાર્યક્રમની સૌથી મહત્વની જો કોઈ વાતો હોય તો એ સત પ્રેરણા ટ્રસ્ટ અમદાવાદ દ્વારા ગણેશ શાળા ટીમાણાને અપાયેલ 3000 જેટલી શ્રીમદ્ ભગવત ગીતા છે. તેમણે સાબિત કરી બતાવ્યું કે શ્રીમદ્ ભગવદ ગીતા કોઈ એક ધર્મ માટે નહીં પણ બધા જ ધર્મ માટે ભગવાન શ્રીકૃષ્ણના મુખે બોલાયેલ જીવન પ્રેરણાનો સંદેશ છે. તેમના દ્વારા અપાયેલ આ શ્રીમદ્ ભગવદ્ ગીતાઓ હજારો ઘરમાં વંચાશે અને તેનું ખૂબ સારું પરિણામ મળશે. કાર્યક્રમના અંતે આવું ઉમદા કાર્ય કરનાર સતપ્રેરણા ટ્રસ્ટનો ગણેશ શાળા ટીમાણા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ પૂર્ણ થઈએ શાળાના બાળકો તથા શિક્ષકોમાં ધાર્મિક તથા રાષ્ટ્ર ભાવના સાથેનો ગાઢ સંબંધ ધરાવતો આનંદ જોવા મળ્યો હતો.

Follow Me:

Related Posts