તળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલી ગણેશ શાળાના બાળકોએ આજ રોજ સામાજિક વિજ્ઞાન વિષયને વધુ દૃઢીકરણ કરવા માટે વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લીધી. જેમાં APMC માર્કેટિંગ યાર્ડ તળાજા ખાતે જ્યાં સેક્રેટરી સાહેબ શ્રી અજીતભાઈ પરમાર,તળાજા કોર્ટમાં એડવોકેટ સાહેબ શ્રી દક્ષિતભાઈ બારૈયા જજ તરીકે શાલીનીબેન બારોટ, શર્મા સાહેબ તથા વ્યાસ સાહેબ, તળાજા મામલતદાર કચેરી ખાતે રણજીતભાઈ જાદવ, તળાજા પોલીસ સ્ટેશનમાં PI ચૌધરી સાહેબ તથા પ્રાગજીભાઈ પંડ્યા(પોલીસ કર્મચારી ) , પોસ્ટ ઓફિસમાં દિલીપભાઈ બારૈયા તથા તળાજા ICICI બેંકમાં બેંક મેનેજર સાહેબ શ્રી ઉપસ્થિત રહ્યા હતા.આ તમામ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ ગણેશ શાળાના બાળકોને સરકારી કચેરીઓમાં ચાલતી કામગીરી અને સરકારી યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા આ બદલ ગણેશ શાળા પરિવાર ઉપરોક્ત કચરીઓનો આભાર વ્યક્ત કરે છે…… સમગ્ર મુલાકાત દરમિયાન બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો……
ગણેશ શાળા ટીમાણામાં સામાજિક વિજ્ઞાન વિષયમાં ફિલ્ડ વર્ક યોજાયું

Recent Comments