તા:29/04/2024 ને સોમવારના રોજ ગણેશ શાળા ટીમાણામાં ધરતીનો ધબકાર કાર્યક્ર્મ અંતર્ગત શાળાના વાર્ષિક ઉત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ત્રિવિધ કાર્યક્ર્મ જેવા કે સાંસ્કૃતિક કાર્યક્રમ, તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને વિશિષ્ટ ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરેલ બાળકોનો સન્માન સમારોહ યોજાશે. સવારે 7:30 થી 11 કલાક દરમિયાન આ કાર્યક્રમમાં બાળકો પોતાનું કૌશલ્ય અને આવડત બતાવશે. શાળાના બાળકોની તેજસ્વીતાને પોખવાના આ વાર્ષિક ઉત્સવને નિહાળવા અને પ્રોત્સાહિત કરવા આ પાવન અવસરે સર્વને સહ પરિવાર સાથે પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
ગણેશ શાળા ટીમાણામાં સોમવારે વાર્ષિકોત્સવ યોજાશે

Recent Comments