NTA દ્વારા લેવાયેલ NEET -૨૦૨૪ માં ગણેશ શાળા- ટીમાણાના વિદ્યાર્થીઓએ ઉચ્ચ ગુણાંક સાથે વિશેષ સિધ્ધી મેળવેલ છે. NEET-૨૦૨૩માં ૨૯ વિદ્યાર્થીઓએ કુલ ગુણ ૭૨૦ માંથી ૬૦૦ કરતાં વધારે ગુણ મેળવેલ છે. જેમાં ખોડીફાડ મયુર વિમલેશભાઈએ ૭૦૦/૭૨૦ ગુણ (કુંભણ), લાધવા હિરેન દિનેશભાઈએ ૬૮૦/૭૨૦ ગુણ (હુબકવડ), પંડયા હર્ષ અમરજીભાઈએ ૬૭૫/૭૨૦ ગુણ (ટીમાણા), બારૈયા ભવદિપ દલપતભાઈએ ૬૬૨/૭૨૦ ગુણ (ઘાંટરવાળા), ડાભી પ્રકાશ ચોથાભાઈએ ૬૫૮/૭૨૦ ગુણ (ખંઢેરા), પંડયા કવિત જગજીવનભાઈએ ૬૫૬/૭૦૦ ગુણ (ટીમાણા) અને પંડયા દર્શનાબેન જીતેન્દ્રભાઈએ ૬૫૨/૭૨૦ ગુણ (દાંત્રડ) મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે. આ ઉપરાંત શાળાના ૨૭ વિદ્યાર્થીઓએ ૫૫૦ કરતાં વધારે અને ૩૦ વિદ્યાર્થીઓએ ૫૦૦ કરતાં વધારે ગુણ મેળવેલ છે. જે બદલ શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવેલ છે.
ગણેશ શાળા ટીમાણા ના વિદ્યાર્થીઓએ NEET-2024 પરીક્ષામાં મેળવેલ સિધ્ધી

Recent Comments