fbpx
અમરેલી

ગતરાત્રે થયેલ ગોઝારાં અકસ્માત સમયે શ્રીજી ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટની પ્રશંસનીય કામગીરી. 

ગત રાત્રીએ સાવરકુંડલાના બાઢડા મુકામે થયેલ  ટ્રેન અકસ્માતમાંના સ્થળ પર ૨૪ જેટલી ગાયો મૃત્યુ પામી  હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતા સાવરકુંડલામાં રેઢિયાળ રખડતી ગૌ માતાની સેવા માટે સદાય તત્પર એવા  શ્રીજી ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટને જાણ થતા તાત્કાલિક ટ્રસ્ટના ૩૫  થી ૪૦  કાર્યકર્તાઓ ત્યાં પહોંચી અને મોડી રાત્રી સુધી તમામ ગૌ માતાના મૃતદેહોને નગરપાલિકાના કેતનભાઇ બગડા અને હિતેશભાઈ મારું  દ્વારા નગરપાલિકા પીએમ સેન્ટરે મોકલાવેલ. ટ્રસ્ટની આ સેવા રૂપ કાર્યવાહી જોઈ અને ટ્રસ્ટની કામગીરીને ત્યાં હાજર રહેલ સમગ્ર રેલ્વે સ્ટાફ અને પોલીસ સ્ટાફે શ્રીજી ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટની કામગીરીની  પ્રશંસા કરેલ છે. આમ શ્રીજી ગૌસેવા ટ્રસ્ટ એ સેવા એ જ સાધનનું સૂત્ર ચરિતાર્થ કરેલ છે. ખરાં અર્થમાં જોવા જઈએ તો આ સંસ્થા પણ ખાલી નામની નહીં પરંતુ કામની પણ છે એ પ્રત્યક્ષ પ્રમાણ આજે સાબિત થયું

Follow Me:

Related Posts