ભાવનગર

‘ગતિ શક્તિ ગુજરાત’ ની થીમ પર ભાવનગર ખાતે સરોવર રાષ્ટ્રીય કક્ષાની કાર્ય શિબિર યોજાઈ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧૩ ઓક્ટોબરના રોજ મહત્વાકાંક્ષી INR 100 ટ્રિલિયન PM ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનની જાહેરાત કરી હતી. આ પ્રોજેકટને આગળ વધારવા માટે દેશભરમાં વિવિધ વિભાગોને સાંકળીને કાર્યશાળાઓ યોજાઈ રહી છે, અને તે દ્વારા આ પ્રોજેક્ટ વિશેની જાગૃતિ લાવીને તે સાથે રાજ્યોને પણ ગતિમાન કરવામાં આવી રહ્યાં છે.

તેમના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ભારત આગામી પેઢીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં અભૂતપૂર્વ ઝડપ અને સ્કેલ જોઈ રહ્યું છે.

ગતિશક્તિ અભિયાનના મૂળમાં ભારતના લોકો, ભારતીય ઉદ્યોગ, ભારતીય વેપાર, ભારતીય ઉત્પાદકો અને ભારતીય ખેડૂતો છે. તે ૨૧મી સદીના ભારતનું નિર્માણ કરવા દેશની વર્તમાન અને ભાવિ પેઢીને નવી ઉર્જા આપશે.

ગતિશક્તિ હેઠળ, વિવિધ વિભાગોને એક ઓનલાઈન પ્લેટફોર્મ પર એકસાથે લાવવામાં આવશે.જેથી તમામ વિભાગોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના અમલીકરણ માટે સંકલિત આયોજન અને સંકલન કરવામાં આવશે અને તે દ્વારા લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડી અને ભારતના અંતરિયાળ વિસ્તારોમાં છેવાડાના માનવી સુધી કનેક્ટિવિટી મજબૂત કરવાં મલ્ટિ-મોડલ કનેક્ટિવિટીમાં સુધારો કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સરકારી અધિકારીઓમાં જાગૃતિ લાવવાના ભાગરૂપે, ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ (GIDB) દ્વારા ભાસ્કરાચાર્ય નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લીકેશન્સ એન્ડ જીઓ-ઈન્ફોર્મેટિક્સ (BISAG-N) સાથે સંયુક્ત રીતે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર ખાતે પાંચ પ્રાદેશિક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાવનગર ખાતે યોજાયેલ પ્રાદેશિક વર્કશોપમાં GIDBના અધિકારીઓએ PM ગતિ શક્તિ અને ગતિ શક્તિ ગુજરાતનો હેતુ સમજાવ્યો હતો.

તજજ્ઞોએ સંકલિત આયોજન હાથ ધરવાથી શહેરી સ્થાનિક સંસ્થાઓ અને અન્ય એજન્સીઓને કેવી રીતે ફાયદો થશે તથા અમલીકરણનો સમય અને પ્રોજેક્ટ ખર્ચ કેવી રીતે બચાવી શકાશે તેના વિશેનું માર્ગદર્શન આપ્યું હતું.

તજજ્ઞોએ ગતિ શક્તિ ગુજરાત- એકીકૃત માસ્ટર પ્લાન હેઠળ રાજ્ય સરકારના વિભાગો દ્વારા તેમના હાલના અને સૂચિત પ્રોજેક્ટ્સને એકીકૃત કરવા માટે લેવાયેલ કાર્ય યોજનાની પણ સમજણ આપી હતી.

BISAG-N ના અધિકારીઓએ ગતિ શક્તિ ગુજરાત- એકીકૃત માસ્ટર પ્લાન હેઠળ તૈયાર કરેલ પ્લેટફોર્મ સમજાવી અને તે વિભાગોને આંતર-વિભાગીય સંકલન, સંકલિત આયોજન અભિગમ, પ્રોજેક્ટના સમયબદ્ધ અમલીકરણમાં કેવી રીતે ઉપયોગી બનશે તેના વિશેની વિસ્તૃત છણાવટ કરી હતી.

તેઓએ આંતર-વિભાગીય સંકલન અને ગતિ શક્તિ ગુજરાત પ્લેટફોર્મ હેઠળ સંકલિત અભિગમના વિવિધ કેસ સ્ટડીનું પણ નિદર્શન કર્યું હતું.

તજજ્ઞોએ જણાવ્યું કે,  નગરપાલિકાઓ પાણી પુરવઠા પાઈપલાઈન નેટવર્ક, સીવરેજ નેટવર્ક, સ્ટ્રોમ વોટર નેટવર્ક, સ્ટ્રીટ લાઈટ નેટવર્ક અને અન્ય અસ્કયામતો જેવી તેમની ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંપત્તિઓનું ડેટા મેપિંગ શરૂ કરે જેથી તેમના આયોજનને એકીકૃત રીતે હાથ ધરી શકાય.

શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જે પડકારોનો સામનો કરી રહી છે તે અંગે BISAG-N દ્વારા શહેરી સ્થાનિક સંસ્થાઓના સંકલિત માસ્ટર પ્લાન તૈયાર કરવામાં જરૂરી મદદ તથા સહકાર આપવામાં આવશે.

શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે મોબાઇલ એપ્લિકેશન વિકસાવવાથી શહેરી સ્થાનિક સંસ્થાઓ માટે તેમની સંપત્તિના મેપિંગ અને જીઓ-રેફરન્સિંગ માટે સરળતા થશે. જે બાદમાં રાજ્યના સંકલિત માસ્ટર પ્લાનમાં સંકલિત થઈ શકે શકશે.

આ કાર્યશિબિરમાં BISAG-N ના અધિકારીઓ, કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયતની કચેરીઓ, મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ, નગરપાલિકાઓ અને ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ સહભાગી થયા હતાં.

Related Posts