ગત તારીખ ૧૨/૧૦/૨૦૨૩ ના રોજ મોટાઝિંઝુડા ગામમાં પાણીના દારની આજુબાજુ તેમજ અન્ય સ્થળોએ સફાઈ કામગીરી કરવામાં આવી હતી. ગત ગાંધી જયંતીના દિવસે પણ આખા ગામની શેરીઓમાં સ્વરછતા અભિયાન હાથ ધરી ગામને સ્વરછ કરવામાં આવ્યું હતું. ગામના લોકો આ સ્વરછતા અભિયાનને આવકારી સહકાર આપી ગ્રામપંચાયતની કામગીરીને વખાણી રહ્યા છે. મોટાઝિંઝુડા ગામના યુવા સરપંચ પંકજ ઉનાવાએ પોતાની વાતમાં જણાવ્યું છે કે આગામી દિવસોમાં દરેક શેરીઓ અને ગલી મહોલ્લાઓમાં ઘન કચરો તેમજ સુકો કચરો એકઠો કરવાનું આયોજન કરવામાં આવશે, ગામને સ્વચ્છ અને સુંદર બનાવવાનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવશે. વિકાસના કામોમાં વેગ મળે તેમાં ગામના લોકોનો સાથ અને સહકાર મળી રહે તેવો સરપંચે આશા વ્યક્ત કરી છે..
ગત તારીખ ૧૨/૧૦/૨૦૨૩ ના રોજ મોટાઝિંઝુડા ગામમાં પાણીના દારની આજુબાજુ તેમજ અન્ય સ્થળોએ સફાઈ કામગીરી કરવામાં આવી હતી.

Recent Comments