બોલિવૂડ

‘ગદર’ ફિલ્મમાં સકીનાના રોલ માટે પહેલી પસંદ કાજાેલ હતી

સની દેઓલ અને અમીષા પટેલની યાદગાર ફિલ્મ ગદરઃએક પ્રેમકથાએ ઓડિયન્સના મન પર ઊંડી છાપ છોડી છે. વર્ષો બાદ પણ લોકપ્રિયતા ટકાવી રાખનારી આ ફિલ્મની સીક્વલ તૈયાર થઈ છે. તારાસિંગના રોલમાં સની દેઓલ અને સકિનાના કેરેક્ટરમાં અમીષા પટેલ ફરી એક વાર થીયેટરમાં આગમન માટે તૈયાર છે. યાદગાર બ્લોકબસ્ટર ફિલ્મમાં અમીષાનું કેરેક્ટર ઓડિયન્સને ખૂબ ગમ્યું છે, પરંતુ આ ફિલ્મની તૈયારીઓ શરૂ થઈ ત્યારે મેકર્સની પહેલી પસંદ કાજાેલ અને નીલમ હતા. અમીષા પટેલને અત્યારે બધા પરફેક્ટ સકિના માને છે, પરંતુ શરૂઆતના તબક્કામાં મેકર્સની ઈચ્છા કાજાેલ અથવા નીલમને લેવાની હતી. જાે કે ફિલ્મના ડાયરેક્ટર અનિલ શર્મા આ વાત સાથે સંમત નથી. તેમણે જણાવ્યું હતું કે, આ અટકળો પાયા વિહોણી છે. કેટલીક મોટી એક્ટ્રેસનો સંપર્ક કરાયો હતો. કેટલાકને સ્ટોરી ગમી ન હતી, જ્યારે કેટલાકને પિરિયડ ફિલ્મનું જાેખમ લેવાની ઈચ્છા ન હતી.

ફિલ્મના મેકર્સે ન્યૂકમર સાથે પ્રોજેક્ટ આગળ વધારવાનો ર્નિણય કર્ય. તે સમયે ૪૦૦ એક્ટર્સના ઓડિશન્સ લેવાયા હતા અને આખરે અમીષા પટેલની પસંદગી થઈ હતી. ‘ગદરઃ ધ કથા કન્ટિન્યૂસ’માં ઉત્તકર્ષ શર્માનો પણ મહત્ત્વનો રોલ છે. આ ફિલ્મ ૧૧ ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. ફિલ્મની રિલીઝ પહેલા એક સીનનો વિવાદ શરૂ થઈ ગયો છે અને શિરોમમી ગુરુદ્વારા પ્રબંધક સમિતીએ તેની સામે વાંધો ઊઠાવ્યો છે. ગદર ૨નો આ સીન વાઈરલ થઈ રહ્યો છે. જેમાં સની દેઓલ અને અમીષા પટેલ હાથમાં હાથ પરોવીને ગુરુદ્વારામાં ઊભા છે અને એકબીજાની સામે જાેઈ રહ્યા છે. તેમની આસપાસ ગટકા એક્સપર્ટ્‌સ પરફોર્મ કરી રહ્યા છે. ગુરુદ્વારા પ્રબંધક સમિતીના જનરલ સેક્રેટરી ગુરુચરણ સિંગ ગરેવાલે જણાવ્યું હતું કે, ગુરુદ્વારામાં એક પ્રકારના પોઝમાં હીરો-હીરોઈન જાેવા મળે છે, જે વાંધાજનક છે. એક્ટર્સ પર ફૂલો વરસી રહ્યા છે. તેમની આસપાસ ગટકા (શીખ માર્શલ આર્ટ) પરફોર્મ થઈ રહ્યું છે. ફિલ્મોનું શૂટિંગ કરવા માટે ગુરુદ્વારા નથી. અહીં આવા સીન શૂટ થવા જાેઈએ નહીં. આ પ્રકારની ક્લિપમાં દેખાતા દૃશ્યો શીખ સમાજ માટે શરમજનક છે.

Follow Me:

Related Posts