fbpx
બોલિવૂડ

ગદર ૨ની સફળતાથી વર્ષો જુના અબોલા દૂર થતા સની દેઓલ બહેનો સાથે રક્ષાબંધન મનાવશે

બોલીવુડ એક્ટર સની દેઓલ હાલમાં જ રિલીઝ થયેલી પોતાની ફિલ્મ ગદર ૨ની સક્સેસને લઈને ખૂબ જ ખુશ છે. આ ફિલ્મે સફળતાના શિખરો સર કર્યા છે. બોક્સ ઓફિસ પર ધમાકેદાર બેટિંગ કરતા આ ફિલ્મ ત્રણસો કરોડના આંકડાને પાર કરી ગઈ છે. આવું જ રહ્યું તો, ૫૦૦ સો કરોડ સુધી પહોંચવું ખૂબ જ સરળ થઈ જશે. આ ફિલ્મની સફળતાથી સની દેઓલનો પરિવાર પણ ખુશ છે. એટલું જ નહીં ગદર ૨એ વર્ષો જુના સંબંધોને પણ નવા પ્રાણ પુર્યા છે. હાલમાં જ હેમા માલિનીની બંને દીકરીઓ એટલે કે સનીની સાવકી બહેનોએ પોતાના ભાઈની ફિલ્મ ગદર ૨ના સ્ક્રીનિંગ પર પહોંચી હતી.

બંને પોતાના ભાઈને ચિયર કરતી દેખાઈ રહી છે. આ દરમ્યાન હવે એવી વિગતો પણ મળી રહી છે કે, બંને બહેનો સાથે રક્ષાબંધન મનાવશે. બોલીવુડ લાઈફના રિપોર્ટ અનુસાર, સની દેઓલ ભાઈ બહેનના આ ખાસ તહેવાર રક્ષાબંધનને મનાવવા માટે ઈશા અને અહાનાને મળી શકે છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સની હાલમાં પોતાની ફિલ્મ ગદર ૨ની સફળતાને લઈને ખૂબ ખુશ છે અને તે હવે માને છે કે, પાછળની વાતો ભૂલી નવી શરુઆત કરવી જાેઈએ. એટલું જ નહીં સની સાથે તેના બંને ભાઈ એટલે કે બોબી દેઓલ અને અભય દેઓલ પણ તેમની સાથે બહેનોના ઘર પર રક્ષાબંધન મનાવી શકે છે. હાલમાં એક્ટર તરફથી આ ખબરને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

Follow Me:

Related Posts