બોલિવૂડ

‘ગદર ૨’ ફિલ્મમાં તારા સિંહ આ વખતે એક નહીં બે વિલનનો સામનો કરશે!..

આ વર્ષે ૧૧ ઓગસ્ટે સની દેઓલ અને અમીષા પટેલની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ગદર -૨’ આવી રહી છે. દર્શકોને ફરી એક વાર તારા સિંહ અને સકીનાની જાેડીને સાથે જાેવાનો મોકો મળવાનો છે. ત્યારે આ ફિલ્મથી જાેડાયેલી અમુક મહત્વની જાણકારી તમને જણાવીએ તો, તમને ફિલ્મ જાેવા વધુ રસ જાગશે. ‘ગદર ૨’માં તારા સિંહ ફરીથી સીમા પાર પાકિસ્તાન જશે. પરંતુ પોતાની પત્ની સકીના માટે નહીં પોતાની દિકરા જીત માટે જશે. ‘ગદર ૨’ ની કહાણી ૧૯૭૦માં થયેલા ભારત પાકિસ્તાન વચ્ચે થયેલી લડાઈની સમકક્ષ હશે.

આ ફિલ્મમાં તારા સિંહનો દિકરો ‘જીતે’ મતલબ કે ઉત્કર્ષ શર્મા આ વખતે એક સૈનિકના રૂપમાં જાેવા મળશે. ૨૧ વર્ષ પછી જીતે (ઉત્કર્ષ શર્મા) પણ ઘણો મોટો થયો છે અને આ વખતે ફિલ્મમાં તારા સિંહ પોતાના પુત્રનો જીવ બચાવવા પાકિસ્તાનમાં જશે. ‘ગદર’માં દર્શકોને તારા-સકીનાની પ્રેમ કહાની બતાવવામાં આવી હતી, પરંતુ આ વખતે કહાણી પિતા અને પુત્રના અતૂટ સંબંધો પર આધારિત હશે. તારા સિંહ આ વખતે ફિલ્મમાં એક નહીં પરંતુ બે-બે વિલન સાથે લડતો જાેવા મળશે. ૨૧ વર્ષ પહેલા જ્યારે ‘ગદર’ આવી ત્યારે તેમાં અમરીશ પુરી વિલન તરીકે જાેવા મળ્યા હતા.

અમરીશ પુરીનું ૨૦૦૫માં નિધન થયું હતું, તેથી જાે મીડિયા રિપોર્ટ્‌સનું માનીએ તો, હવે ‘ગદર ૨’માં તેનો રોલ મનીષ વાધવા કરશે, જે શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’માં નેગેટિવ રોલમાં જાેવા મળ્યા હતા. ત્યારે આ ફિલ્મમાં બીજા વિલન તરીકે સ્ક્રીન પર રોહિત ચૌધરી જાેવા મળશે. રોહિત ચૌધરી ખૂબ જ ફેમસ એક્ટર છે, આ કારણે સની સાથે તેની લડાઈ જાેવી દર્શકો માટે ખૂબ જ રસપ્રદ રહેશે. જ્યાં વર્ષ ૨૦૦૧માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગદર’ બનાવવામાં માત્ર ૧૯ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, ત્યાં આ વખતે ‘ગદર ૨’નું બજેટ લગભગ ૧૦૦ કરોડ હોવાનું કહેવાય છે.

‘ગદર’માં જ્યાં તારા સિંહે હેન્ડપંપ ઉખાડીને હંગામો મચાવ્યો હતો, આ વખતે ‘ગદર ૨’માં તે સિમેન્ટના થાંભલાને ઉખાડતો જાેવા મળશે. આ વખતે ‘ગદર ૨’માં સની દેઓલ અને અમીષા પટેલ સિવાય મનીષ વાધવા, ઉત્કર્ષ શર્મા, સિમરત કૌર, ગૌરવ ચોપરા અને લવ સિંહા પણ મહત્વની ભૂમિકામાં જાેવા મળશે.

Related Posts