ગમે એ ઋતુ હોય હું પહેલા તો વીજ બિલ નિયમિત રીતે ચૂકવાઈ એ માટે પ્રયત્ન કરુ છુ- નાની કુંકાવાવના ભીખાભાઈ ખીમાભાઇ ભીમજીભાઈ લીલા
નાની કુંકાવાવ ખાતે રહેતા ખીમાભાઇ ભીમજીભાઈ લીલા ૧૦૦ વર્ષથી વધુ વયના છે. તેમના પુત્ર ભીખાભાઈએ એમની નિષ્ઠા અનોખી રીતે બતાવી છે. કું ડીવીઝનના ૨૩,૫૮૨ વીજ ગ્રાહક સહિત જિલ્લાના ૬ લાખ ૪ હજારથી વધુ વીજ કનેક્શન છે. જિલ્લાના ૧૩ વીજ ગ્રાહકો એવા છે જેમણે વીજ બિલ ઇસ્યુ થયાના ત્રણ થી ચાર દિવસમાં બીલની રકમ ભરપાઇ કરી દીધી છે.
ભીખાભાઈ લીલા કહ્યુ કે, ગમે એ ઋતુ હોય હું પહેલા તો વીજ બિલ નિયમિત રીતે ચૂકવાઈ એ માટે પ્રયત્ન કરુ છુ. વીજ બિલ અહીં સ્થાનિક ભરી શકાઈ તો ભલે બાકી હું એ માટે મોટી કુંકાવાવ જઇ આવું. મારી આ ફરજ અને નિષ્ઠા માટે મારું આજે ઊર્જા રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ અને પીજીવીસીએલ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે તે માટે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરુ છુ.
Recent Comments