દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાનાં નવા ફળિયા ગામે પોતાના નાકાવાળા ખેતરમાં ૬૦ વર્ષિય વૃધ્ધ ઘંઉની દેખરેખ માટે ગયા હતા.જયાં ખેતરના કોઢા પર આવેલા બોરના ઝાડની નીચે તેઓ મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પમી છે. ગરબાડા તાલુકાના નવા ફળિયા ગામે મોહણીયા ફળિયામાં રહેતા આશરે ૬૦ વર્ષના પ્રેમચંદભાઈ નેમાભાઈ મોહનીયા બપોરના પોતના નાકાવાળા ખેતરમાં ઘંઉની દેખરેખ માટે ગયા હતા. અને સાંજે ઘરે પરત ન જતા ઘરવાળાઓએ તપાસ કરવા નીકળ્યા હતા.શોધ ખોળ કરતાં કરતાં પરિવારજનો પોતાના ખેતર સુધી પહોંચ્યા હતા.
ત્યારે નાકાવાળા ખેતરમાં શેઢા પર આવેલા બોરાના ઝાડ નીચેથી પ્રેમચંભાઈ નેમાભાઈ મોહણીયા મૃત અવસ્થમા મળી આવ્યા હતા .જેથી આ ઘટના અંગેની જાણ કૈલાશભાઈ પ્રેમચંદભાઈ માહેણીયાએ ગરબાડા પોલિસે ને કરતા ગરબાડા પોલિસે ઘટના સ્થળે પહોચી મૃતક પ્રેમચંદભાઈ ની લાશનું પંચો રૂબરૂ પંચનામું કરી લાશને પોસ્ટ મોર્ટમ માટે ગરબાડા સરકારી દવાખાને મોકલી આપી હતી.આ સંદર્ભે સીઆરપીસી ૧૭૪ મુજબ ગુનાના કાગળો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments